Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકાના એરિક ગાર્સેટ્ટીને ભારતના રાજદૂત તરીકે નિયુકત કરાયાં

એરિક ગાર્સેટ્ટી

USA : એરિક એમ. ગાર્સેટ્ટી ૨૦૧૩ થી લોસ એન્જિલસ શહેરના મેયર છે અને તેમની પાસે બહોળો અનુભવ છે
લોસ એન્જિલસના મેયર એરિક ગાર્સેટ્ટી આગામી અમેરિકાના ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ બાયડને શુક્રવારે ગાર્સેટી ભારતના યુએસ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. અમેરિકા ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે, જે ચીનની વધતી શક્તિ અને પ્રભાવને ઘટાડવાનો સતત પ્રયાસ કરે છે.
બાયડેન-હેરિસના ૨૦૨૦ ના ચૂંટણી પ્રચારમાં ગાર્સેટ્ટી મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ૨૦૧૩ થી લોસ એન્જિલસના મેયર હતાં વ્હાઇટ હાઉસે કેટલાક અન્ય રાજદૂતોની સાથે ગારસેટીના નામાંકનની ઘોષણા કરી હતી અને ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે એરિક એમ. ગાર્સેટ્ટી ૨૦૧૩ થી લોસ એન્જિલસ શહેરના મેયર છે અને તેમની પાસે બહોળો અનુભવ છે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘ગાર્સેટ્ટી હાલમાં સી ૪૦ શહેરોના પ્રમુખ છે, જેને વિશ્વના ૯૭ સૌથી મોટા શહેરોમાંના એક માનવામાં આવે છે અને જે હવામાન સંરક્ષણ તરફ મોટા પગલાં લઈ રહ્યા છે.
૫૦ વર્ષીય ગાર્સેટી વર્તમાન રાજદૂત કેનેથ જસ્ટરની જગ્યા લેશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જસ્ટરની ભારતના યુએસ રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં જસ્ટરને વિદેશી સંબંધોની કાઉન્સિલમાં પ્રતિષ્ઠિત ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

  • Nilesh Patel
You May Also Like : અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટનો કહેર, ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ

Related posts

અમેરિકાની ઇરાન પર ‘એર સ્ટ્રાઇક’ : ‘બાહુબલી’ જનરલ સુલેમાની ઠાર…

Charotar Sandesh

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશના ૩ દિવસના પ્રવાસે રવાના

Charotar Sandesh

અમેરિકામાં પ્રદર્શનકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરી…

Charotar Sandesh