Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બન્યા ભારતીય અમેરિકન નીરા ટંડન

ભારતીય અમેરિકન નીરા ટંડન

આ પદે પહોંચનારા પહેલા ભારતીય અમેરિકી

નવી દિલ્હી : ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. અગાઉ ગત મે મહિનામાં તેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી સન્માનજનક પદ ગણાય છે. અત્યાર સુધી આ પદે ભારતીય મૂળનું કોઈ નાગરિક નિયુક્ત નહોતું થયું. નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં વરિષ્ઠ સલાહકારના પદ પર પણ જળવાઈ રહેશે. આમાં તેમણે રાષ્ટ્રપતિને અનેક મહત્વના મુદ્દે સલાહો પણ આપી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેઓ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રોનાલ્ડ ક્લેનને રિપોર્ટ કરશે. ગત વર્ષે રાષ્ટ્રપતિ બાઈડને નીરાને બજેટ અને પ્રબંધન કાર્યાલયના નેતૃત્વ માટે પણ નામિત કર્યા હતા. આ એક પ્રમુખ કેબિનેટ પદ છે. જોકે કેટલાક મહિનાઓ પહેલા નીરાએ રિપબ્લિકન સીનેટર્સના આકરા વિરોધના કારણે વ્હાઈટ હાઉસ પ્રબંધન અને બજેટ કાર્યાલયના ડિરેક્ટર પદ માટેનું પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.

ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે

નીરા આ પદને હાંસલ કરનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. નીરા ટંડનને આના પહેલા ગત મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ સ્ટાફ સેક્રેટરી બની ગયા છે માટે તેમના પાસે રાષ્ટ્રપતિ બાઈડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ રહેશે.

Other News : USA : અમેરિકાએ આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરને ડ્રોન હુમલામાં ઉડાવી દીધો

Related posts

ન્યૂઝીલેન્ડ ટીમનાં બેટિંગ કોચ તરીકે પીટર ફુલ્ટનની નિમણુંક

Charotar Sandesh

રશિયાએ યુક્રેનને ચારે બાજુથી ઘેરી ગોળીબાર, તોપખાના અને ટેન્કથી ૧૭ શહેરોમાં હુમલો કર્યો

Charotar Sandesh

અમે સત્તા પર આવીશું તો ટ્રમ્પે ઘડેલી ઇમિગ્રેશન પોલિસી તુરંત રદ્દ કરીશું : જો બાઇડન

Charotar Sandesh