અસામાજિક તત્ત્વોના ટોળાએ ગતરાત્રે વોર્ડ નં. ૧રના પ્રમુખના ગાડી અને મકાન પર પથ્થરમારો કરાયો, પોલિસે તપાસ હાથ ધરી
વડોદરા : જિલ્લાના વોર્ડ નં. ૧ર ના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના ઘરે ગતરાત્રીના સમયે ૧૨થી વધુ અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરી ગાડી સહિત મકાનને નુકશાન પહોંચાડેલ છે, આ અંગે પોલિસ ફરિયાદ કરાતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, BJPના નેતા અને વોર્ડ નં. ૧રના વોર્ડ પ્રમુખ રાજુભાઈ ઠક્કરના મકાન ઉપર ગતરાત્રી ૨.૩૦ વાગ્યાના સમયે કેટલાક અસામાજીક તત્ત્વોએ ઈંટો અને પથ્થરમારો કરાતાં ચકચાર મચી જવા પામી છે, આ ઘટના સમયે રાજુભાઈ અને તેમના પરિવારજનો ઘરમાં જ આરામ કરતા હતા, દરમ્યાન પથ્થરમારાનો અવાજ સંભાળતા જ તેઓ ચોંકી ઉઠેલ. વધુમાં હવે પોલિસ તપાસનો વિષય છે કે કયા કારણોસર અને કઈ જુની અદાવતને લઈ પથ્થરમારો કરાયો છે ? પોલિસે અજાણ્યા અસામાજિક તત્ત્વો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Ravi Patel, Vadodara
Other News : ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૬.૯૧ ટકા : સૌથી વધુ ડાંગ જિલ્લાનું તેમજ વડોદરા જિલ્લાનું સૌથી ઓછું