Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વડતાલધામ અને CVM યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા : વૈશ્વિક સંશોધનો થશે

CVM યુનિવર્સિટી

Anand : ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી, સેટ કેનેડા અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ વચ્ચે તારીખ ૨૯.૦૪.૨૦૨૩ ના રોજ CVM યુનિવર્સિટી ના બોર્ડ રૂમ માં પ્રોજેક્ટ “અક્ષરભુવન” અંતર્ગત MOU હસ્તાક્ષર થયા હતા. MOU માં CVM યુનિવર્સિટી તરફથી પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઇ પટેલે અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી કોઠારી ર્ડો સંતવલ્લભ સ્વામી એ હસ્તાક્ષર કર્યા હતા.
આ MOU CVM યુનિવર્સિટી ની ઘટક કોલેજ ના વિધાર્થીઓ ને ઉજળી તકો પુરી પાડશે.

આ MOU અંતર્ગત વિધાર્થીઓ “અક્ષરભુવન” ની સ્થળ મુલાકાત થકી નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, નવી કન્સ્ટ્રકશન ટેક્નોલોજી માં ઉપયોગ માં લેવાતી મશીનરી, મટીરીયલ્સ ટેક્નોલોજી જેવી વિવિધ આધુનિક ટેક્નોલોજી નો લાભ લઇ શકશે.

નવી મટીરીયલ્સ ટેક્નોલોજી અંતર્ગત વેસ્ટ મટીરીયલ્સમાં થી બેસ્ટ મટીરીયલ્સ બનાવવાની ટેક્નિક પણ શીખી શકશે

આ કાર્યકર્મ માં CVM યુનિવર્સિટી ના પ્રમુખ પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઇ પટેલ, માનદ મંત્રી શ્રી મેહુલભાઈ પટેલ, CVM યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ર્ડો હિમાંશુ સોની, SMAID કોલેજ ના ડાઈરેક્ટર શ્રી નીરવ હિરપરા, સેટ કેનેડા ના શ્રી સ્નેહલભાઈ પટેલ, વિવિધ ઘટક કોલેજ ના આચાર્યો, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ના કોઠારી ર્ડો સંતવલ્લભ સ્વામી, પૂજય અમૃતવલ્લભ સ્વામી, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, નિકિત પટેલ ઉપસ્તિથ રહ્યા હતા.

CVM યુનિવર્સિટી ના પ્રમુખ પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઇ પટેલે સૌનો આભાર માન્યો હતો અને પ્રોવોસ્ટ ર્ડો હિમાંશુ સોની ને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Other News : તલાટીની પરીક્ષા અંગે સમાચાર : કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, આ તારીખે યોજાશે પરીક્ષા

Related posts

બ્રેકિંગ : આણંદ જિલ્લાના તારાપુરહાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧૦ લોકોના કરૂણ મોત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : ખંભાત-બોરસદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Charotar Sandesh

આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત ૩ના કરૂણ મોત

Charotar Sandesh