Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

હાઈવે નજીક ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને મારક હથિયારો સાથે ઝડપી પાડતી વાસદ પોલીસ

ડીઝલ ચોરી

આણંદ : મહે આઈ.જી.પી.સાહેબ શ્રી વી.ચંદ્રશેખર સાહેબ અમદાવાદ રેન્જ અમદાવાદ નાઓ દ્વારા અપાયેલ સુચના મુજબ તેમજ શ્રી અજીત રાજ્યણ સાહેબ પોલીસ અધીક્ષક આણંદ નાઓ તથા શ્રી બી.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક આણંદ વિભાગ આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ હાઇવે ઉપર થતા મિલ્કત સબંધી અનડીટેકટ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીના બનતા બનાવવા અટકાવવા સારુ જરૂરી સુચનાઓ આપેલ હોય આજરોજ વાસદ પો.સ્ટે. ના પો.સ.ઇ. શ્રી પી.જે.પરમાર નાઓને ખાનગી બાતમીદારથી મળેલ બાતમી આધારે તથા આ બાબતે ચોક્કસ સમય જાણી વાસદ ટોલનાકે સ્ટાફના પો.માણસો સાથે વહેલી સવારે વોચ-તપાસમાં રહી ટ્રક નં – MP 07 HB 2760 ને પુરતા પોલીસ સ્ટાફ સાથે અટકાવી તપાસ કરતા આ કામના કુલ – ૬ આરોપીઓ ડીઝલ ચોરી કરી ટ્રકમાં ડીઝલ ના કેરબા તથા મારક હથીયારો સાથે મળી આવતા તેઓના વિરૂધ્ધ ગુન્હો રજી. કરી કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ – (૧) હનીફખાન મુન્શીખાન મન્સુરી – જી.શાજાપુર, મધ્યપ્રદેશ (ર) સાજીદ ભુરૂશા ફકીર – જી.શાજાપુર, મધ્યપ્રદેશ (૩) શાકીરખાન અજીજખાન મન્સુરી – તા.મક્સી જ.શાજાપુર, મધ્યપ્રદેશ (૪) ફારૂકશા સલીમશા ફકીર – તા.મક્સી જી.શાજાપુર, મધ્યપ્રદેશ (3) હીરખાન શહીદખાન મન્સુરી – જી.શાજાપુર, મધ્યપ્રદેશ (5) આશ્રદખાન હનીકખાન મન્સુરી – તા.મક્લી જી.શાજાપુર, મધ્યપ્રદેશ.

મળેલ મુદ્દામાલ – ૧) ટ્રક નં – MP 07 HB 2760 ચેચીસ નં – “MAT44805007203932″ તથા એન્જીન નં – 8591803121684039757” B.3. 10,00,000/

૨) ડીઝલ ભરેલ કેરબા કુલ – ૨૫ નંગ જે એક કેરબામાં ૩૫ લીટર લેખે કુલ્લે – ૮૭૫ લીટર ડીઝલ જે એક લીટર ડીઝલ ની ૧૦૦ રૂપીયા લેખે કુલ ૮૭૫ લીટર ડીઝલની કિ.રૂ.૮૭,૫૦૦/

૩) મોબાઇલ નંગ – ૬ કિ.રૂ.૨૬,૦૦૦/ ૪) રોકડ રૂપીયા – ૧૦,૪૦૦/

૫) મોટો ધારદાર છરો તથા નાની ધારદાર છરી, ધારીયું, લોખંડના સળીયા, પાઇપ, ટામીઓ, લાકડાના ડેડા, મેન્ટલ ના પથ્થરો જેવા મારક હથીયારો કિ.રૂ. ૨૧૦/

૬) ટૂંક ને લગતા કાગળોની નકલ તથા ડ્રાઇવર ના ડ્રાઇવીંગ લાઇસન્સ ની નકલ તથા ડીઝલ ભરવા માટેની પાઇપો, તથા મળી કુલ્લે ૨૪ ૫૧૦/- નો મુદ્દામાલ

  • Jignesh Patel, Anand

Other News : કપડવંજ કોર્ટનો ચુકાદો : નિરમાલીમાં મહિલા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર ૩ આરોપીને ફાંસીની સજા

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાનો કેર વધતા વધુ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું…

Charotar Sandesh

તૌકતે વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને ચાર લાખનો ચેક આપી સહાય અપાઈ..

Charotar Sandesh

ડબલ ઋતુને કારણે લોકો પરેશાન, સવારે અને રાત્રે ઠંડક, દિવસે આકળુ તાપમાન…

Charotar Sandesh