ન્યુ દિલ્હી : ભારતમાં ૧૫મા રાષ્ટ્રપતિની ચૂંટણી (election) માટે મતદાન શરૂ થયેલ છે, મતદાન આજે સવારે ૧૦ વાગ્યે શરૂ થયું છે, સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે.
આગામી ૨૧ જુલાઈના રોજ મતગણતરી યોજાશે તેમજ નવા ચુંટાયેલ રાષ્ટ્રપતિ (president) ૨૫ જુલાઈના રોજ શપથ લેશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં મતદાન કર્યું હતું
PM નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં બનાવાયેલા મતદાન કેન્દ્ર ઉપર પોતાનો મત આપ્યો, એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ તેમજ વિપક્ષ તરફથી યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવેલ છે.
આજે યોજાનાર ચૂંટણીમાં ૪૮૦૦થી વધારે સાંસદ-ધારાસભ્યો મતદાન કરશે અને પોતાનો કિંમતી વોટ આપશે. નોંધનીય છે કે, બંગાળ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ક્રોસ વોટિંગ રોકવા ધારાસભ્યોને કોલકાતા શહેરની એક હોટલમાં રાખેલ છે, જ્યાથી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં લાવી મતદાન થઈ રહ્યું છે, બીજેપી પાર્ટીના શુબેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા તેમજ સ્વપન મજુમદારને ક્રોસ વોટિંગ રોકવા જવાબદારી અપાયેલ છે, આ તરફ યુપીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરી શકે છે !
Other News : આ નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું : લોકો માની રહ્યા છે ચમત્કાર