Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં જળ બંબાકાર : ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં જળપ્રલયની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાઇ જવાથી ૩૦થી વધુના મોત નિપજ્યા, ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા, એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

મુંબઈ : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી ૪૪ લોકોના મોત થયા છે. મહાડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. પહાડ ધસી પડવાથી જે કાટમાળ પડ્યો તેમાં અનેક લોકો દટાયા. હવે રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

જો કે શુક્રવારે બપોર સુધી ૩૫ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ ૩૦થી ૩૫ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૫ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

મહારાષ્ટ્રમાં આજે સવારે મુંબઈમાં પણ અકસ્માત થયો. પૂર્વત્તર મુંબઈના પરા વિસ્તાર ગોવંડીમાં એક ઈમારત ધસી પડવાથી ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ૧૦ જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે ૫ વાગે ઘટી. જ્યારે શિવાજી નગરમાં એક ઈમારત તૂટી પડી. ઘટના સમયે પીડિતો ઊંઘી રહ્યા હતા.

બીજી તરફ રાયગઢના તલઇ ગામમાં ૩૫ ઘરો પર ભૂસ્ખલન થયુ હતુ જેને કારણે ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૭૦થી વધુ લોકો લાપતા થયા છે. રત્નાગિરી જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી ૨ મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનની નજીક એક મીટર ઉપર વહી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બનેલો બનાવ દુઃખદ બાબત છે. મેં આ અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનડીઆરએફના ડીજી એસએન પ્રધાન સાથે વાત કરી છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. કેન્દ્ર ત્યાં શક્ય તેટલી બધી મદદ કરી રહ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રાયગઢ જિલ્લાના તલાઈ ગામમાં ભૂસ્ખલનના લીધે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાય સ્થળે બચાવકાર્ય જારી છે. મેં લોકોને નીકાળવાની સાથે ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રહેતા લોકોને બીજે સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.

Other News : પેગાસસ જાસૂસી મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ : સોફ્ટવેર ખરીદી પર રોકની માંગ

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૭૭૦૮ કેસ : ૬૮૦ના મોત…

Charotar Sandesh

રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છે : ડો.રણદીપ ગુલેરીયા

Charotar Sandesh

શું ચીને ભારતીય જમીન પર કબ્જો જમાવ્યો? : રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો…

Charotar Sandesh