Charotar Sandesh
ઈન્ડિયા

બેરોજગારી અને મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય લોકો માટેનું બજેટ શૂન્ય : મમતા બેનર્જી

સીએમ મમતા બેનર્જી

નવીદિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટ પૂર્વે સરકારે દાવો કર્યો હતો કે આ બજેટમાં દરેક માટે કંઈક રાખવામાં આવ્યું છે. જો કે આજના બજેટથી સામાન્ય જનતાને ભારે નિરાશા થઇ છે.

બજેટ પર નિરાશા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે બેરોજગારી અને મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય લોકો માટેનું બજેટ શૂન્ય છે, સરકાર મોટા શબ્દોમાં ખોવાઈ ગઈ છે, જેનો કોઈ મતલબ નથી આ કોઇ રીતે પેગાસસ સ્પિન બજેટ નથી

અમિત શાહે કહ્યું કે બજેટનું કદ વધારીને ૩૯.૪૫ લાખ કરોડ કરવું એ કોરોનાના સમયમાં પણ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા દર્શાવે છે. નાણાકીય ખાધનું લક્ષ્ય ૬.૯% થી ઘટાડીને ૬.૪% કરવું એ એક મોટી સિદ્ધિ છે, મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત રાજકોષીય ખાધ ઘટાડશે. તેને ૪% સુધી લાવવામાં સફળ થશે.

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બજેટ એક દૂરદર્શી બજેટ છે, જે ભારતની અર્થવ્યવસ્થાનું માપદંડ છે. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવશે અને આઝાદીના ૧૦૦મા વર્ષમાં નવા ભારતનો પાયો નાખશે. આ માટે હું ઁસ્ નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.

Other News : ઈન્ડીયા બજેટ ૨૦૨૨ : હવે આરબીઆઈ માન્ય ડિજિટલ રૂપિયો થશે લોન્ચ, સરકારે કરી જાહેરાત

Related posts

દેશમાં ૨૪ કલાકમાં ૭૭,૨૬૬ નવા કેસ, ૧૦૫૭ દર્દીનાં મોત…

Charotar Sandesh

પૂર્વોત્તરના રાજ્યોમાં હિલ સ્ટેશનો પર વધતી લોકોની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

Charotar Sandesh

ફાર્મા કંપનીમાં રેડ દરમ્યાન ૧૪૫ કરોડ રોકડા મળી આવ્યા

Charotar Sandesh