Charotar Sandesh
બોલિવૂડ

અજય દેવગણે અપકમિંગ ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર કર્યા રિલીઝ…

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. ૨૯ જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને આ ખુશખબર આપી દીધા છે.

અજય દેવગણે પોતાના નવા પોસ્ટર સાથે સંજય દત્તનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે. જેમાં સંજય દત્ત મોટી મોટી મૂછોમાં જોવા મળે છે. અજય દેવગણે સંજય દત્તનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનો સંજય દત્તનો ફર્સ્ટ લૂક આ રહ્યો. તૈયાર રહો મિત્રો, ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોની હોમ ડિલિવરી માટે….

અજય દેવગણે કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને લીધે ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ૩ મહિનાથી ભારત દેશના તમામ થિયેટરો બંધ પડ્યા છે. જેના કારણે ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના મેકર્સે પોતાની ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

Related posts

વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ સરદાર ઉધમ સિંહનું ટ્રેલર થયું રિલીઝ

Charotar Sandesh

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh

રાહુલ ગાંધી ભારતને સીરિયા કહી રહ્યા છે, કેમ તેનો કોઈ વિરોધ નથી કરતું : કંગના રનૌત

Charotar Sandesh