Charotar Sandesh
ગુજરાત

અમિત ચાવડાએ અક્ષય પટેલ પર ૫૨ કરોડથી વધુમાં વેચાયાનો આરોપ લગાવ્યો…

કરજણ : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ભાજપ પર ખરીદ વેચાણના મુદ્દા પર અટક્યું છે. કરજણ બેઠક પર ફરી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પક્ષપલ્ટો કરનાર અક્ષય પટેલ પર મોટો આરોપ લગાવ્યો છે. અક્ષય પટેલ પર રૂપિયા ૫૨ કરોડથી વધુમાં વેચાયાનો આરોપ લાગ્યો છે. ચાવડાએ જણાવ્યું કે ભાજપના ખરીદ – વેચાણના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આજે દરેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે આ ચૂંટણી કેમ આવી? તેના પાછળનું કારણ ભાજપ છે. ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે.
અમિત ચાવડાએ ઉમેર્યું કે, ભાજપના ખરીદ વેચાણના કારણે આજે પેટા ચૂંટણી આવી છે. જેમાં જનતાના રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે. અક્ષય પટેલ ૫૨ કરોડથી વધુમાં વેચાયા છે. ભાજપને અક્ષર પટેલને લેવાથી ૫૨ કરોડથી વધુ લાભ થયો હશે એટલે તેઓ ત્યાં ગયા. પરંતુ વેચાયેલા ધારાસભ્યોઓએ જનતા સાથે દ્રોહ કર્યો છે. તેમને જનતા ક્યારેય માફ નહીં કરે. અક્ષય પટેલને ખેડૂતોની ચિંતા હોત તો પક્ષપલટો ના કરત. હવે કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો પક્ષપલટો કરશે કે કેમ તે સવાલ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

Related posts

પાણી આપવામાં તંત્ર નિષ્ફળ, છોટાઉદેપુરના આ ગામના લોકો પાણી માટે ભગવાનના સહારે

Charotar Sandesh

વિધાનસભામાં હોબાળો : ગૃહમાંથી કોંગ્રેસનો વોકઆઉટ, ૧૦ ધારાસભ્યો સસ્પેન્ડ, ઢોર નિયંત્રણ બિલ અંગે નિર્ણય

Charotar Sandesh

સુરતમાં હવે સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની કામગીરી શિક્ષકોને સોંપાઇ…

Charotar Sandesh