Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં અધધ… ૭૦ હજાર પોઝિટિવ કેસ…

કુલ કેસનો આંકડો ૩૧.૮૩ લાખ જ્યારે ૧.૩૬ લાખ લોકોના મોત…

USA : કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧૮૩૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.
અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.
વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં ૩૩ લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ ૧૩૬૬૫૨ લોકોના મોત નિપજ્યા છે. જોકે, ૧૪૫૪૦૦૦ લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના ૪૪ ટકા છે.
તેમજ હોસ્પિટલમાં હજી પણ ૧૬૯૯૦૦૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના ૫૨ ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે ૪૨૬૦૧૬ કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ ૩૨૩૭૫ લોકોના મોત નિપજ્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૨૪૯૩૪૫૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૫૬૦૧૪૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૬૮૭૪૬૯૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૫૦૫૮૬૨૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને લાઇવ ટીવી પર કોરોના વેક્સિન લીધી…

Charotar Sandesh

ઓસ્ટ્રોલિયાએ કોરોનાની ૨ સંભવિત વેક્સીન માટે ૧.૭ અબજ ડોલરના કરાર કર્યા…

Charotar Sandesh

ચીન સાથે વણસતા સંબંધો વચ્ચે અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવવામાં લાગ્યુ…

Charotar Sandesh