Charotar Sandesh
ગુજરાત

ગામડાઓને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકારનું ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ…

ગાંધીનગર : આજથી ગામડાઓ અને ગામડાના લોકોને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના ફેલાવાને રોકવા માટે જિલ્લા પંચાયતો સહિત સંબંધિત તંત્રને સુચના આપી. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા આજે વિગતવાર વાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્ય વ્યાપી રાજ્યમાં ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ નામનું અભિયાન શરૂ કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે રાજ્યમાં આજથી રસીકરણની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. આ દરમિયાન કોઈ ગામડુ રસીકરણમાં બાકી ન રહે, તેનું ગ્રામ પંચાયત ખાસ ધ્યાન રાખે. યુવાનો રસી માટે જલ્દીમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લે. તેમણે ગુજરાતના સ્થાપના દિવસે ગ્રામ પંચાયત, ટીડીઓ, ડીડીઓ અને સરપંચોને સલાહ આપી છે એક કમિટી બનાવો. આ માટે સહકારી સંસ્થાઓને પણ છૂટ આપી છે. મારૂ ગામ કોરોના મુક્તની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જરા પણ તાવ આવે કે તુરંત દવા લઈ લો, કોરોના થાય તેની રાહ ન જોશો.

Related posts

ઉમરેઠમાં 65.43% મતદાન થયું

Charotar Sandesh

રૂપાણી સરકારનો મહત્વપુર્ણ નિર્ણય : કોરોનામાં શ્રમિકો પર કરાયેલાં કેસો પરત ખેંચશે…

Charotar Sandesh

રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય : રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૨૦૦ લોકો હાજર રહી શકશે…

Charotar Sandesh