Charotar Sandesh
વર્લ્ડ

ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો : કોરોના વાયરસને ચીનના મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો…

હોંગકોંગ : ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સિનિયર વાયરોલોજીસ્ટ ડૉ.લી મેંગ યાને દાવો કર્યો છે કે કોરોના વાયરસને ચીનના મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો. તેમણે આ ખતરનાક વાયરસની ચીનના વેટ માર્કેટમાંથી ઉત્પત્તિ સંબંધિત ધારણાઓને નકારી દીધી હતી. તેમના દાવાનો ચીને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ પ્રેસની સાથે એક લાઇવ-સ્ટ્રીમ ઇન્ટરવ્યુ દરમ્યાન ડૉ.લી મેંગ યાને કહ્યું કે જ્યારે આ મહામારી ફેલાવાનું શરૂ થયું ત્યારે મેં સ્પષ્ટપણે મૂલ્યાંકન કર્યું હતું કે આ વાયરસ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની એક સૈન્ય લેબોરેટરીમાંથી આવ્યો હતો. તેને છુપાવા માટે વુહાન માર્કેટની વાર્તા બનાવામાં આવી છે. ડૉ.લી મેંગ યાને દાવો કર્યો કે જ્યારે તેમને આ માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપી ત્યારે તેમણે તેને ગંભીરતાથી ના લેતા નજરઅંદાજ કરી દીધી. તેમણેદાવો કર્યો કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે તેમના રિપોર્ટને નકારી દેવો મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરૂદ્ધ બોલ્યા બાદ અમને ગમે ત્યારે ગાયબ કરી શકે છે. ઠીક એવું જ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓની સાથે થઇ રહ્યું છે. આથી મેં તમામ માહિતીઓને એકત્રિત કરવાનું શરૂ કરી દીધું. વાયરોલોજિસ્ટ ડૉ.લી મેંગ યાન એપ્રિલમાં હોંગકોંગથી અમેરિકા આવી ગયા હતા. તેમને ચીની રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની અંતર્ગત પોતાની ધરપકડ થવાનો ડર સતાવી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ચીની સરકારને ઉખાડી ફેંકવા માટે ત્યાંના લોકોની મદદ ચાલુ રાખશે.

Related posts

ઓમિક્રોનનો ખતરો : અનેક દેશોએ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો

Charotar Sandesh

ચીનની દાદાગીરી રોકવા અમેરિકા એશિયામાં સેના તહેનાત કરશે…

Charotar Sandesh

રશિયન સંસદના નીચલુગૃહમાં પુતિનની ઇચ્છા મુજબ વિધેયક પસાર…

Charotar Sandesh