Charotar Sandesh
ઉત્તર ગુજરાત

દ્વારકાધીશ મંદિરમાં ૧૦૮ ગ્રામ સોનાના હાર અને ૪૦૦ ગ્રામ ચાંદીના લોટાનું દાન…

કાર્તિક પૂર્ણિમાના દિવસે…

દેવભૂમિ દ્વારકા : દ્વારકાધીશના મંદિરે ભક્તો શ્રદ્ધાથી સોના-ચાંદીનું દાન કરતા હોય છે. ત્યારે આજે દેવ દિવાળીના પર્વ પર બેરાજા ગામના એક પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ પરિવાર દ્વારા ૧૦૮ ગ્રામનો સોનાનો હાર દ્વારકાધીશ મંદિરે અર્પણ કરવામાં આવ્યો છે.
આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તો દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એક ભક્ત ગ્રુપ દ્વારા દ્વારકાધીશ મંદિરમાં ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. વિષ્ણુસહસ્ત્રના પાઠ કરતા મહિલા મંડળ દ્વારા ભગવાનને ૪૦૦ ગ્રામના ચાંદીના લોટાનું દાન કરાયું છે.

Related posts

રાજ્યમાં પેપરલીક, ભરતી કૌભાંડનું એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી બન્યું

Charotar Sandesh

એલઆરડી મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, બાવળિયાનાં પત્રથી નીતિન પટેલ નારાજ…

Charotar Sandesh

જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપનાં ૫ આંચકા આવતા લોકોમાં ગભરાટ…

Charotar Sandesh