Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નારી શક્તિ વંદના : સારસાની મહીલા ૧૨૦ ગાયો પાળીને વર્ષે ૪૨ લાખ રૂપિયાની આવક મેળવે છે…

ગાયો સાથે જીવન ને વણી લીધું ખુશીઓ ભર્યું જીવન જીવું છું – પારુલ પટેલ

આણંદ : સતકેવલ મહારાજની પવિત્ર ભૂમિ એવી સારસા નગરીથી થોડેક દૂર ખેતરોની વચ્ચે એક ગાયોનો તબેલો કાર્યરત છે જ્યાં એક કાયદાની સ્નાતક મહીલા આ સંમગ્રયતા ૧૨૦ જેટલી ગાયોની દેખભાળ અને નિભાવણી કરી રહી છે.

મૂળ ખંભોળજની વતની આ આધુનિક વિચારો ધરાવતી અને જ્યાં સુધી ગાય આધારીત વ્યવસાય શરૂ કર્યો તે પહેલાં સુખ સુવિધાઓમાં ઉછરેલી પારુલ પટેલ ડબલ ગ્રેજ્યુએટ બાદ શિક્ષક તરીકે નોકરીમાં સેવા આપતી હતી ત્યારે સંજોગો વસાત તેઓના પિતાને લકવો થતા સારવાર માટે રજાઓ નહીં મળતા નોકરી છોડી દીધી અને પિતાની સારવારમાં લાગ્યા.
ત્યાર બાદ પારુલ બેને સમય મળતા પોતાના પિતાના માલિકીના પશુઓને સંભાળવાનું નક્કી કરીને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગના માર્ગ દર્શન હેઠળ મોરચો સંભાળી લીધો અને આજે છ વર્ષ બાદ ખૂબ ખુશી સાથે પારુંલબેન પટેલ કહે છે કે હું આજે ૧૨૦ ગાયોનું રોજનું ૩૦૦ લીટર દૂધ ડેરીમાં જમા કરાવું છું અને વાર્ષિક ૪૨ લાખ રૂપિયાની આવક મેળવું છું સાથે અમૂલ તરફથી નવ લાખનું બોનસ જૂદું… પાંચ પરિવારને રોજગારી પણ આપું છું.
પહેલા મને તકલીફ પડતી હતી હું સુખ સુવિધાના વાતાવરણ ઉછરેલી હોવા છતાં આજે ગાયોનું ગોબર સાફ કરવું માથે ટોપલા ઉપાડવા, ઘાસ નાખવું પાણી આપવું બધુજ કામ હું જાતેજ કરું છું અને એને કારણે મારી તબિયત સારી રહે છે અને બીમારી થી દુર રહી છું સાથે મને આવક મળે છે અને હું સ્વતંત્ર રીતે મારો વ્યવસાય ચલાવી રહી છું.. અને બીજા ને રોજગારી આપી રહી છું એનો મને સોંથી વધારે આનંદ છે.
પશુ સંવર્ધન અધિકારી શ્રી ડો. મેહુલ પટેલ પારુલ બહેનના ગાય આધારિત વવ્યસાયને અને તેઓને મળેલી સફળતાને આવકારી હતી અને કહ્યું કે, અત્યારે રાજ્ય સરકારની પશુ પાલન માટે અનેક યોજનાઓ કાર્યરત છે ,જેનો લાભ શિક્ષિત યુવાનો, યુવતીઓ, મહિલાઓ લઈ શકે અને હજારો નહીં લાખોની આવક મેળવી શકે તેમજ રોજગારીના દાતા બની શકે છે માટે પશુપાલન વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

ડ્રગ્સનાં રવાડે ચડ્યું યુવાધન, વડોદરા શહેરમાં નશાની હાલતમાં ૫૬ શંકાસ્પદ ઝડપાયા…

Charotar Sandesh

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

Charotar Sandesh

આજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : જિલ્લામાં કુલ ૮૦ પોઝીટીવ કેસ…

Charotar Sandesh