Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા

પાંચ વર્ષની બાળકીએ ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચી સર્જયો નવો વિશ્વવિક્રમ…

ન્યુ દિલ્હી : અમુક બાળકો જન્મજાત પ્રતિભાશાળી હોય છે અને તેમના કારનામા પણ એવા હોય છે કે, દુનિયા દંગ રહી જાય.
યુએઈમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે.તેણે ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જયો છે.ગત ૧૩ ફેબ્રૂઆરીએ તેણે એક પછી એક પુસ્તકો વાંચવાનુ શરુ કર્યુ હતુ અને ૧૦૫ મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો.જેના પગલે હવે ગિનેસ બૂક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યુ છે.
શરુઆતથી જ વાંચવાનો શોખ ધરાવતી યિારા જ્યારે અબુધાબીમાં નર્સરીમાં હતી ત્યારે જ એક શિક્ષકે તેની પ્રતિભાની ઓળખ કરી હતી.એ પછી લોકડાઉન લાગુ થયુ હતુ અને સ્કૂલ બંધ થઈ ગયી હતી.કિયારાના માતા પિતાનુ કહેવુ છે કે, તેને પુસ્તકો વાંચવા ગમે છે.
છેલ્લા એક વર્ષમાં તે ૨૦૦ પુસ્તકો વાંચી ચુકી છે.કિયારાના માતા પિતા મૂળે ચેન્નાઈના રહેવાસી છે.એ પછી તેઓ અમેરિકા ગયા હતા.કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો.હાલમાં તે માતા પિતા સાથે યુએઈમાં રહે છે.તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.

Related posts

‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

Charotar Sandesh

ઉ.પ્રદેશમાં સરકાર-પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

આપણા જ વિજ્ઞાનીઓએ બનાવેલી રસી, આપણા લોકોને નથી મળી રહી : મનીષ સિસોદિયા

Charotar Sandesh