Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રથમ ટેસ્ટમાં કુલદિપની પસંદગી ન થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે : ગૌતમ ગંભીર

ચેન્નાઇ : ચેન્નઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજથી ભારત ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. જો કે આ મેચમાં કુલદીપની પસંદગી ન થતાં ફેન્સે વિરાટના નિર્ણય પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે.
કુલદીપ યાદવનો અત્યાર સુધીનો રેકોરડ સારો રહ્યો હોવા છતાં પણ તેમને ઇગ્લેન્ડ સામેની સિરીઝમાં ટીમમાંથી પડતો મૂકતા ફેન્સે સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવ માટે સહાનૂભૂતિ વ્યક્ત કરતા ફેન્સે આ નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો છે. કુલદીપના નામે ૨૪ વિકેટ લેવાનો રેકોર્ડ છે. કુણાલે ૨૦૦૫માં ૩૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ૨૦૦૭માં ઓસ્ટ્રેલિય સામે ૨૭ રન આપી ૭ વિકેટ લીધી હતી.
ઇગ્લેન્ડ સામે સિરીઝમાં કુલદીપના બદલે શાહબાઝ નદીમને મોકો અપાતા. ફેન્સ વિરાટ પર નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સે કુલદીપની કરિયરને ખરાબ કરવાનો ફેન્સે વિરાટ પર આરોપ લગાવ્યો છે.
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ મુદ્દે નારાજગી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. મારૂ માનવું છે કે, મેનેજમેન્ટે તેને ૧૧ ખેલાડીમા સ્થાન આપવું જોઇતું હતું. કેમકે ડાબોડી સ્પિનર ઇગ્લેન્ડ સામે બેસ્ટ પર્ફોમ્સ આપી શકત.

Related posts

માત્ર પૂર્વ કેપ્ટન ધોની જ જાણે છે કે તેઓ શું કરવા માંગે છે : વિજય દાહિયા

Charotar Sandesh

રહાણે ત્રણ ટેસ્ટ જીતી ધોનીના રેકોર્ડની બરાબરી કરી…

Charotar Sandesh

હરભજન સિંહને ચેન્નઇના એક વેપારીએ લગાવ્યો ૪ કરોડનો ચુનો…

Charotar Sandesh