Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

પ્રથમ તબક્કાની જાહેરાત : લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે ૩ લાખ કરોડનું પેકેજ જાહેર…

વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલ ૨૦ લાખ કરોડના પેકેજમાંથી પ્રથમ તબક્કાની જાહેરાત…
૨૦ લાખ કરોડમાંથી સ્જીસ્ઈને ૩ લાખ કરોડની લોન,૪ વર્ષ માટે ગેરન્ટી ફ્રી હશે, ૪૫ લાખ લધુ અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે…
સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગો માટે ૨૦ હજાર કરોડ,૨૦૨૦-૨૧ના સ્વીકૃત બજેટ એટલે કે ૩૦ લાખ કરોડથી લગભગ તે ૧૦ લાખ કરોડ ઓછું છે,આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગને ફાયદો થશેઃ નાણાંમંત્રી
સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગો માટે ૨૦ હજાર કરોડ,૧૫ હજારથી ઓછો પગાર ધરાવનારનું EPF ઓગસ્ટ સુધી કેન્દ્ર આપશે,૭૨ લાખ ૨૨ હજાર કર્મચારીઓને મળશે તેનો લાભ…

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના રોગચાળાથી જાહેર કરાયેલા ૫૦ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને થયેલી માઠી અસરોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડ રૂપિયાના કોવિડ-૧૯ના રાહત પેકેજનું પ્રથમ બ્રેકઅપ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યું હતું. લોકડાઉનથી અસર પામેલ દેશના લાખો કૂટિર- લઘુ- મધ્યમ ઉદ્યોગ માટે પગલા લેવાશે. જેમાં માઇક્રો, સ્મોલ અને મીડીયમ એટલે કે એમએસએમઇ સેક્ટર માટે ૬ વિવિધ પ્રકારના પગલા લેવાશે. આ એકમોને વગર ગેરંટીએ ૩ લાખ કરોડની લોન આપવામાં આવશે. કોઇપણ પ્રકારની જામીનગીરી આપવી નહીં પડે. અને ૪૫ લાખ એકમોને તેનો લાભ મળશે. ૧૦૦ કરોડવાળા એકમોને લોનમાં રાહત મળશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નડતી નાણાંકિય તંગીને નિવારવામાં સહાય મળશે. ૪ વર્ષમાં લોન પરત કરવાની રહેશે. એક વર્ષ સુધી મૂળ રકમ આપવી નહીં પડે. ૧૫ હજાર કરતા ઓછા પગારવાળા કર્મચારીના ઇપીએફમાં ૨ ટકાની રાહત આપીને હવે ૧૨ ટકાને બદલે ૧૦ ટકા રકમ કપાશે.

માઇક્રો-લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે જેમણે લોન લઇને પરત કરી નથી તેમને પણ લોનનો લાભ મળશે. તેમના માટે ૨૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે એકમો વિસ્તરણ કરવા માંગે છે તેમના માટે ૫૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એનપીએવાળા એકમોને પણ લોનનો લાભ મળશે. તેમણે વધુમાં કહ્યું કે. માઇક્રો અને લઘુ વગેરે. ઉદ્યોગોની વ્યાખ્યામાં ફેરફાર કરાશે., જેથી તેમને લોનનો લાભ મળી શકે. એક કરોડ રૂપિયાનું મૂડીરોકાણ હોય અને ૫ કરોડનું ટર્નઓવર ધરાવનાર એકમને હવે માઇક્રો એકમ ગણાશે. અગાઉ ૨૫ લાખનું રોકાણ હોય તેને માઇક્રો ગણવામાં આવતું હતું. મેન્યુફેકચરીંગ અને સર્વિસ એમ બન્ને સેક્ટરોને લાભ મળશે. તેમણે કહ્યું કે આ એક ક્રાંતિકારી નિર્ણય છે. નાના ઉદ્યોગોની વ્યાખ્યા બદલવામાં આવી છે.

લોકલથી ગ્લોબલ માટે હવે ૨૦૦ કરોડથી ઓછાનું ગ્લોબલ ટેન્ડર નાના એકમો ભરી શકશે. ના નિયમમાં ફેરફાર કરીને હવે તેઓ પણ ૨૦૦ કરોડ કરતાં ઓછાનું ટેન્ડર ભરીને સરકારી કામ મેળવી શક્શે. આમ ગ્લોબલ ટેન્ડરની વ્યાખ્યા બદલવામાં આવશે. એટલે ૨૦૦ કરોડના ટેન્ડરો હવે ગ્લોબલ નહીં ગણાય. વિદેશી કંપનીઓને બદલે દેશી કંપનીઓને લાભ મળશે.

કોરોનાથી નાના એકમોને અસર થઇ છે. તેમના ઉત્પાદનના વેચાણ માટેની વ્યવસ્થા સરકાર કરશે. આવા એકમોના બાકી સરકારી લેણાં ૪૫ દિવસમાં ચૂકવાઇ જાય તેવી વ્યવસ્થા કરાશે. નાના અને ણધ્યમ ઉદ્યોગોમાં ઇપીએફની રકમ સરકારે અગાઉ આપી છે અને હજુ વધુ ૩ મહિના આપશે. ૩.૬૭ લાખ એકમોના કર્મચારીઓને લાભ મળશે. કુલ ૨૫૦૦ કરોડનો લાભ મળશે.

તેમણે કહ્યું કે સરકારે વધુ એક જોગવાઇ કરી છે જેમાં ખાનગી એકમોમાં ઇપીએફનો ફાળો ૧૨ ટકાથી ઓછુ કરીને ૧૦ ટકા કરાશે. પરંતુ સરકારી કંપનીઓમાં તે ૧૨ ટકા જ ઇપીએફ રહેશે. જેથી કર્મચારીને નુકશાન નહીં થાય.
રાજ્યકક્ષાના નામામંત્રી અનુરાગ ઠાકૂરે પેકેજની કેટલીક માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન મોદીના ભારોભાર વખાણ કરીને કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવામાં પણ મોદી સફળ થશે. કેમ કે વડાપ્રધાન મોદી મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે. સરકારે રોજ અલગ અલગ સેક્ટરોના પેકેજની માહિતી રેજેરોજ આપવાનું નક્કી થયું છે.
બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે.

જાહેર કરાયેલા રૂ. ૨૦ લાખ કરોડના પેકેજમાંથી આશરે ૮ લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે ૧૨ લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં દ્ગમ્હ્લઝ્ર અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

Related posts

કોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ…

Charotar Sandesh

ન્યુ દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ

Charotar Sandesh

કર્ણાટકના ૧૭ ધારાસભ્યો અયોગ્ય, પરંતુ ચૂંટણી લડી શકશે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh