Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ’બાઝીગર’ હિટ સોન્ગ ’યે કાલી કાલી આંખે’માં ડાન્સ કરવો હતો તક ના મળી : શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીને કાજોલ-શાહરૂખથી હતી ઈર્ષ્યા…

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી પડદા પર એક પર એક જોરદાર અભિનય કર્યા છે. ફેન્સ શિલ્પા શેટ્ટીની અદાઓની સાથે તેમના અભિનયના પણ ખુબ વખાણ કરે છે. પરંતુ હવે જૂના દિવસોને યાદ કરીને શિલ્પા શેટ્ટી આજકાલ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી છે.

શિલ્પા શેટ્ટીએ સુપરહિટ ફિલ્મ બાઝીગર અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું, ફિલ્મનું હિટ સોન્ગ યે કાલી કાલી આંખેમાં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક ના મળી. શિલ્પા ફિલ્મ બાઝીગરનો જ એક ભાગ હતી તેમ છતાં આ ગીત પર ડાન્સ ના મળતા આજે પણ તે અફસોસ વ્યક્ત કરે છે. શિલ્પાએ આ વાત ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચૈપ્ટર ૪ના સેટ પર કહી.

આ શોમાં બધા જ કન્ટેસ્ટન્ટ્‌સે કુમાર સાહનુના પ્રખ્યાત ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું જેમાં ૧૯૯૩માં આવેલી ફિલ્મ બાઝીગરનું યે કાલી કાલી આંખે ગીત પણ હતું. આ ગીતને શાહ રૂખ ખાન અને કાજોલ પર બનાવવામાં આવ્યું હતું.
આ શો દરમિયાન કન્ટેસ્ટન્ટ નીરજા અને ભાવનાએ બાઝીગરનું સુપર હિટ સોન્ગ યે કાલી કાલી આંખે પર ડાન્સ કર્યો હતો. પરફોર્મન્સ અંગે શિલ્પા શેટ્ટીએ જણાવ્યું, હું હંમેશાથી આ ટ્રેકનો ભાગ બનવા ઈચ્છતી હતી. મને હંમેશાથી ઈર્ષ્યા થતી હતી કે આ ગીત તેઓને કેમ ના મળ્યું.

સુપર ડાન્સર ચેપ્ટર ૪ના પ્રોમોમાં દેખાઈ શકે છે કે કોરિયોગ્રાફર અને શોની જજ ગીતાના કહેવા પર કુમાર સાહનુ સ્ટેજ પર આ ગીત ગાય છે અને શિલ્પા જોરદાર ડાન્સ કરે છે. આ સાથે જ કુમાર સાહનુ કહે છે કે આ ગીત અનુ મલિકે તૈયાર કર્યું છે. ગીત રેકોર્ડ કરતી વખતે નાની મોટી રકઝક પણ ચાલતી હતી.
શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલ્દી તે ’હંગામા ૨’માં જોવા મળશે. આ ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે. આ સિવાય શિલ્પા નિકમ્મા ફિલ્મમાં પણ જોવા મળશે.

Related posts

કોરોના સંકટમાં રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે આઠ હોટલની વ્યવસ્થા કરી…

Charotar Sandesh

ફરાહ ખાનની ’સત્તે પે સત્તા’માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું…

Charotar Sandesh

અક્ષય કુમાર ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ શોનું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh