Charotar Sandesh
બોલિવૂડ

બૉલીવુડના સ્ટાર અક્ષય કુમારે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ…

મુંબઈ : બોલીવુડ સ્ટાર્સ નવા વર્ષનુ આગમન અને જુના વર્ષની વિદાયને જબરદસ્ત યાદગાર રીતે મનાવી રહ્યા છે. બોલીવુડ સ્ટાર્સે આને લગતી પોતાની જુદી જુદી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખાસ વાત છે કે અક્ષયે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ અને તેને નવા વર્ષે પ્રથમ સૂર્યની તસવીર પણ શેર કરી છે.
ફેન્સ અક્ષયના વર્તનથી ખુબ ખુશ છે. અને સોશિયલ મીડિયા પર અક્ષયની પ્રસંશા થઇ રહી છે. અક્ષય કુમારે સૂર્યોદયનો આ વીડિયો તે લોકોને ડેડિકેટ છે. જે લોકો સવારે જલ્દી નથી ઉઠી શક્યા. આની સાથે એક્ટરે તમામની સલમાતી અને ઉજ્જળ ભવિષ્યની કામના કરી છે. આ વીડિયોમાં સૂર્ય ઉગી રહ્યો છે અને અક્ષય કુમાર ઉગતા સૂર્ય સામે જોઇને ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યો છે.
વીડિયોના કેપ્શનમાં અક્ષયે લખ્યુ છે કે, જો તમે આને મિસ કરી દીધુ.. તો આ રહ્યો વર્ષ ૨૦૨૧નો પહેલો સૂર્યોદય. બધાની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરી રહ્યો છું. આવનારુ વર્ષ તમામ માટે બહુજ સુંદર બને. તમામને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓપ અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ અક્ષયના વખાણ કરવા માંડ્યા છે. લોકો અક્ષયને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. વીડિયોને ૧૦ લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.

Related posts

શ્રદ્ધા કપૂર હવે ઈચ્છાધારી નાગિન બનશે : ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે…

Charotar Sandesh

‘સાહો’ માટે પ્રભાસને અધધધ…રૂ. ૧૦૦ કરોડ મળ્યા..!!

Charotar Sandesh

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ભૂત’નું પ્રથમ પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh