Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક…

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરના શિવરંજની, માનસી સર્કલ, આંબાવાડી, નહેરુનગર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ત્યારે બીજી તરફ વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં રવિવારે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વેજલપુર વિસ્તારમાં લોકોએ વરસાદની મોજ માણી હતી. ગઈ કાલે શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે આજે પણ અવિરત રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં મેઘરાજા ગઈ કાલથી મહેરબાન થયા છે.

Related posts

ગુજરાત આવનારાઓ માટે કોરોના ટેસ્ટના રિપોર્ટ નહીં હોય તો નહીં મળે એન્ટ્રી…

Charotar Sandesh

ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામું…

Charotar Sandesh

મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, માપદંડને લઈને થયો વિવાદ…

Charotar Sandesh