Charotar Sandesh
ગુજરાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટિવ…

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેમના પીએ પણ હોમ આઇસોલેટ થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ કેશુભાઈની તબીયત એકદમ સારી છે. તેઓ પોતાના નિવાસસ્થાને જ ડૉક્ટરને બોલાવીને સારવાર લઈ રહ્યા છે. હાલ તેમની તબિયત અંગે ચિંતાનું કોઈ કારણ નથી.
ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલ વર્ષ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. ૧૯૪૫માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ચોથી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીપીપી એટલે કે ’ગુજરાત પરિવર્તન પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. ૨૦૧૪માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દીધું હતું.

Related posts

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ ૯૦ લાખના દાગીનાની લૂંટથી ખળભળાટ…

Charotar Sandesh

આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ : રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh

ગુજરાતમાંથી બે મહિનામાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨૯થી વધુ નકલી ડૉક્ટર ઝડપાયા…

Charotar Sandesh