Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં વધતો કોરોના : આજે ૧૦ હજારથી વધુ કેસો : આણંદ જિલ્લામાં ૯૧ કેસો નોંધાયા…

ગાંધીનગર : ગુજરાતમાં આજે એક જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ નવા કેસો સપાટી પર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪,૦૦,૦૦૦ ને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને ૬૧,૦૦૦થી વધુ થઈ ગયા છે. આરોગ્ય વ્યવસ્થા પર જબરું ભારણ આવી પડ્યું છે. રિકવરી રેટ ઘટીને ૮૩.૪૩ ટકા થઈ ગયો છે. રાજ્યમાં ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. જેને પહોંચી વળવા સરકારની તમામ વ્યવસ્થા – સુવિધા નિષ્ફળ થઈ રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૦૩૪૦ કેસો, નોંધાયા છે. ૧૧૦ દર્દીઓના મૃત્યુ થયા છે. ૩૯૮૧ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ ૩૨૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૬૧૩૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૫૩૭૭ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૪૦૪૫૬૧ પર પહોંચ્યો છે.

  • જિલ્લા મુજબ નોંધાયેલા કેસો : અમદાવાદ ૩૬૯૪, સુરત ૨૪૨૫, રાજકોટ ૮૧૧, વડોદરા ૫૦૯, મહેસાણા ૩૮૯, જામનગર ૩૬૬, ભાવનગર ૧૯૮, પાટણ ૧૫૮, ગાંધીનગર ૧૫૦, જુનાગઢ ૧૨૨, બનાસકાંઠા ૧૧૨, નવસારી ૧૦૪, તાપી ૯૯, અમરેલી ૯૮, કચ્છ ૯૪, સુરેન્દ્રનગર ૯૨, આણંદ ૯૧, મહિસાગર ૮૯, સાબરકાંઠા ૮૨, પંચમહાલ ૭૪, દાહોદ – ખેડા ૬૯, વલસાડ ૬૧, દેવભૂમિ દ્વારકા ૬૦, ભરૂચ ૫૯ , મોરબી ૫૪, બોટાદ ૪૭, ગીર સોમનાથ – નર્મદા ૪૨, અરવલ્લી ૩૨, છોટા ઉદેપુર ૨૩, પોરબંદર ૧૮, ડાંગ ૭.

Related posts

અમૂલની પશુપાલકોને મોટી ભેટ : પ્રતિકિલો ફેટે ૧૦ રૂ.નો વધારો કર્યો…

Charotar Sandesh

બુલેટ ટ્રેન ખોરંભે ચડી… ૨૦૨૨ સુધી પણ નહીં દોડી શકે…

Charotar Sandesh

અનોખો રેકોર્ડ : એક વિદ્યાર્થિનીએ કેજીથી ધોરણ ૧૨ સુધી એકપણ રજા નથી પાડી…

Charotar Sandesh