Charotar Sandesh
ઈન્ડિયા

લોકો દીદીનો ખેલ સમજી ગયા, બે મેએ વિદાય નક્કી : પીએમ મોદી

પશ્ચિમ બંગાળ ચૂંટણી : વડાપ્રધાને ચૂંટણી રેલીમાં દીદી પર પ્રહાર કર્યા…

૨જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દિવાલ આવી ગઇ છે તે તૂટી જશે…

કાંથી/નંદીગ્રામ : નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં મેદીનાપૂરમાં રેલીને સંબોધીત કરી હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે, ૨ મેએ દીદી જઈ રહ્યા છે.
નોંધનીય છે કે નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે નંદીગ્રામના સંગ્રામમાં આજે પીએમ મોદી મેદાનમાં આવ્યા હતા. નંદીગ્રામને અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યારે મમતા બેનર્જીનો પણ દાવો છે કે તેઓ આ બેઠક પર જીત હાંસલ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે બંગાળને હવે પરિવર્તનની જરૂર છે. ૨જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના ૩ વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ. દિલ્હીની સરકાર આ પૈસા ખેડૂતોના ખાતામાં આપવા માંગતી હતી પરંતુ દીદીએ એવું થવા જ ન દીધું.
પીએમ મોદીએ કહ્યું કે દીદી આજે બંગાળ પૂછી રહ્યું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટયા? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દીદીના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહ્યા છે. આખા આખા ઘર ઉડાવી દેવામાં આવે છે અને મમતાની સરકાર માત્રને માત્ર જોઈ રહે છે. આ સ્થિતિને બદલવી પડશે. બંગાળમાં શાંતિ જોઈએ તો બોમ્બ અને બંદૂકથી મુક્તિ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદીને તમે ૧૦ વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જોઈએ અને હિસાબ આપવું જોઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે.

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા

Charotar Sandesh

આત્મનિર્ભર ભારતનો મંત્ર ગામડાં સુધી પહોંચી રહ્યો છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

અયોધ્યા કેસ : સુપ્રિમ કોર્ટમાં ૧૪મા દિવસની સુનાવણી પૂર્ણ…

Charotar Sandesh