Charotar Sandesh
સ્પોર્ટ્સ

વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હારી જઈએ તો ખેલાડીઓ વાત પણ નથી કરતા : રોહિત શર્મા

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલ ક્રિકેટ ખેલાડીઓ એકબીજાથી લાઇવ વાત કરતી રહ્યા છે. શુક્રવારે રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયા ઓપનર ડેવિડ વોર્નરની વચ્ચે ક્રિકેટનવને લઇને ચર્ચા થઇ. બન્ને ખેલાડીઓએ ઘણા મુદ્દા પર વાત કરી જેમા આઇપીએલ પણ સામેલ હતી. ડેવિડ વોર્નરે મુંબઇ ઇન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડે અંગે રોહિત શર્માથી પૂછ્યું કે ત્યાં ટોસ જીતવો કેટલો મહત્વ હોય છે. આ સવાલ બાદ રોહિત શર્માએ તેના મનની વાત કરી છે.
રોહિત શર્માએ ડેવિડ વોર્નરથી કહ્યું કે વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતવો એટલો મહત્વનો છે કે જો તે બાજી હારી જઇએ તો થોડાક સમય માટે ટીમના ખેલાડી તેમની તરફ જોતા પણ નથી અને ના તેમનાથી વાત કરે છે. રોહિતે કહ્યું કે એવું લાગે છે કે મેં કોઇ ગૂનો કરી દીધો હોય રોહિતે કહ્યું કે મુંબઇમાં અમારી નજર ટોસ પર હોય છે. કારણકે તે મહત્વનું હોય છે. જો હું ટોસ હારી જવું તો ખેલાડી મને જોતા પણ નથી અને વાત પણ કરતા નથી. મુંબઇમાં ટોસ જીતવો મહત્વનું છે. જોકે, દરેક લોકો જાણે છે કે ટૉસ પર કોઇનો હક હોતો નથી.

રોહિત શર્માએ કહ્યું કે મુંબઇ ઇન્ડિયન્સે વાનખેડેમાં ઘણા ટોસ ગુમાવીને મેચ જીતી છે. રોહિતે કહ્યું કે મુંબઇમાં ખાસ કરીને મેચ પહેલા બેટિંગ કરતા જીતી છે. જેનો શ્રેય કોચિંગ સ્ટાફને જાય છે. જો પ્લાન યોગ્ય બનાવવામાં આવે અને અમે હારીને પણ જીતીએ તો પણ દુખ થતુ નથી. વાનખેડેમાં જો તમે શરૂઆતથી જ બોલિંગ કરો તો તમે પરેશાન થઇ શકો છો. વાનખેડેમાં બોલ અને બેટની વચ્ચે બરાબરની ટક્કર હોય છે.

Related posts

બીજી વન-ડેમાં ભારતને ૨૨ રને હરાવી ન્યૂઝીલેન્ડે શ્રેણી જીતી…

Charotar Sandesh

અમેરિકાના બ્રાયન બ્રધર્સ આવતા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લેશે…

Charotar Sandesh

જે રોહિતથી થઇ શકે તેમ છે તે કોહલીથી પણ ન થાય : સહેવાગ

Charotar Sandesh