Charotar Sandesh
સ્પોર્ટ્સ

સચિન તેંડુલકરના બે અધૂરા સપનાઃ કહ્યું- ગાવાસ્કર સાથે ના રમ્યો તથા રિચર્ડસ ની સામે ના રમી શક્યો…

ન્યુ દિલ્હી : સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધા ને ૮ વર્ષ વીતી ચુક્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન પોતાના ક્રિકેટ કરિયર થી સંતોષ માનતા રહ્યા છે. જોકે આમ છતાં પણ તેઓ ને કેટલીક બાબતો નો હજુ પણ વસવસો છે. તેઓ સુનિલ ગાવાસ્કર અને વિવયન રિચર્ડસને લઇને વસવસો ધરાવે છે. સચિન ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, છતાં તેમને આ બે મહાન ક્રિકેટરોની બાબતે વસવસો અનુભવી રહ્યા છે.
સચિન તેંડુલકરે એક ઇન્ટરવ્યુ દરમ્યાન પોતાની અધૂરી રહેલી ઇચ્છાઓને લઇન વાત કહી છે. તેઓએ આ અંગે કહ્યું, હું ક્યારેય સુનિલ ગાવાસ્કર સાથે નથી રમી શક્યો. મને તે વાતનો અફસોસ છે. તેઓ મારા માટે બેટીંગ હિરો હતા. તેઓને જોઇને હું મોટો થયો હતો. એવામાં તેમની સાથે ના રમ્યો તે વાતનો અફસોસ છે. તેમણે કહ્યુ હતુ કે, મારા ડેબ્યૂના ૨ વર્ષ પહેલા જ ગાવાસ્કરે નિવૃતી લઇ લીધી હતી.
જ્યારે, સચિને બીજી વાતનો અફસોસ એ બતાવ્યો, તેઓ વિવયન રિચર્ડસ ની સામે ના રમી શક્યાં. તેમણે આગળ કહ્યુ કે, કાઉન્ટી ક્રિકેટમાં તેમની સાથએ રમવાનો મોકો મળ્યો હતો. જોકે તેમની સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહી રમી શક્યાનો વસવસો છે. તેઓ મારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ ના ૨ વર્ષ બાદ રિટાયર થયા હતા. ત્યાર બાદ પણ મને તેમની સામે રમવાનો મોકો નહોતો મળ્યો.
માસ્ટર બ્લાસ્ટર સચિને ૨૦૧૩ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તેમણે પોતોના કરિયરમાં ૨૦૦ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેઓએ ૧૫,૯૨૧ રન બનાવ્યા હતા. જે ટેસ્ટ અને વન ડે માં સૌથી વધારે રન બનાવનારા ક્રિકેટર રહ્યા છે. સચિન ભારત ના તમામ બેટ્‌સમેનો માટે રોલ મોડલ રહ્યા છે. જોકે તેમના આદર્શ સુનિલ ગાવાસ્કર અને વિવયન રિચર્ડસ રહ્યા છે.

Related posts

આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે આઈપીએલઃ ગ્લેન મેક્સવેલ

Charotar Sandesh

તમને લાગે કે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે તો ફ્લાઈટમાં ન બેસતાં : કોહલી

Charotar Sandesh

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કારમી હારના બાદ કોહલીએ ટીમ સાથેની પહેલી તસવીર શેર કરી…

Charotar Sandesh