Charotar Sandesh
સ્પોર્ટ્સ

હું પણ યુવરાજ સિંહની માફક છગ્ગા લગાવી શકુ છું : ઋષભ પંત

ન્યુ દિલ્હી : ૨૩ વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળનારા યુવા વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતએ કહ્યુ, તે હંમેશા છગ્ગા લગાવવાનો શોખીન રહ્યો છે. તેણે ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની બેટીંગને યાદ કરી હતી, હું પણ નાનપણ માં જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે તેમની જેમ તેના શોટ દરેક તરફ જતા હતા. પંતે કહ્યુ, જ્યારે તમે છગ્ગો લગાવો છો ત્યારે, તેમાં સ્વાભાવિક ખૂબ તાકાત લાગતી હોય છે. પરંતુ જ્યાર યુવી પાજી બેટીંગ કરતા હતા ત્યારે એમ લાગતુ કે, કોઇ તાકાત અને પ્રયાસ વિના જ છગ્ગા લગાવતા હોય છે કે જેમાં માત્ર ટાઇમીંગ હોય છે. તેમના દ્રારા લગાવવામાં આવેલા છગ્ગાઓને જોઇને ખૂબ જ સારુ લાગતુ હતુ, એ જોઇને લાગતુ હતુ કે આવુ પણ કંઇક થઇ શકે છે અને તે ચિજને હું મારી અંદર જોઉં છું. મને લાગે છે કે હું પણ યુવરાજ સિંહની માફક છગ્ગા લગાવી શકુ છુ.
ઋષભ પંતના કોચ રહેલા તારક સિંહાએ કહ્યુ, યુવરાજ સિંહ ની માફક પંત સહજતા થી જ બોલને બાઉન્ડ્રી પાર કરાવી દેવાનો માર્ગ શોધી લીધો છે, જે સારી વાત છે. તેણે સોનેટ ક્રિકેટ મેદાન પર એક વાર બોલને મેદાનની બહાર મોકલીને કંઇક આવુ કરી દેખાડ્યુ હતુ. અનેક વાર તેણે પોતાની રમતના આ અંદાજને દર્શાવ્યો છે. જોકે આઇપીએલ ૨૦૧૮માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૪૮ બોલમાં ૮૪ રનની ઇનીંગ તેની ખૂબ જ મહત્વની હતી. જેમાં તેણે પોતાને આ સમયના યુવરાજસિંહના રુપમાં રજૂ કર્યો હતો.
કોચ સિંહાએ કહ્યુ, પંત હંમેશા તાકાતવર બેટ્‌સમેન રહ્યો છે. હવે તેની તાકાત વધારે વધી ગઇ છે અને હવે તે લાંબો છગ્ગા લગાવવા લાગ્યો છે. આ જ એક ડર છે જે દરેક બેટસમેન એ બોલર પર બનાવવો જોઇએ જે પંત એ બનાવ્યો છે. ઋષભ પંતનો મર્યાદિત ઓવરની ક્રિકેટનો ગ્રાફ ઘણો સુધર્યો છે. જોકે ટેસ્ટમાં સારા પ્રદર્શન થી બીસીસીઆઇ ની સાથે લાંબા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થી તેને ઘણો ફાયદો મળ્યો છે.

Related posts

મુંબઈના ઓલરાઉન્ડર અભિષેક નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી…

Charotar Sandesh

બોલને ચમકાવવા માટે લાળના પ્રતિબંધને સચિન-બ્રેટલીએ યોગ્ય ગણાવ્યો…

Charotar Sandesh

થૂંક લગાવ્યા વગર બૉલ વાપરવાની પ્રૅક્ટિસ કરી રહ્યો છું : કુલદીપ

Charotar Sandesh