Charotar Sandesh
ઈન્ડિયા

ઍર ઇન્ડિયાના વેચાણની તારીખ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવવાની શક્યતા…

ન્યુ દિલ્હી : સરકાર ઍર ઇન્ડિયાના વેચાણની તારીખ કદાચ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવે અને ઇચ્છુક રોકાણકારને વિમાન કંપનીના વિશાળ દેવાને ચૂકવવા માટેની શરતોમાં છૂટછાટ આપે એવી શક્યતા સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવી હતી. ઍર ઇન્ડિયા ખરીદવા માટે બીડ કરવાની અંતિમ તારીખ ૩૦મી ઑક્ટોબરે પૂરી થાય છે.
ઇચ્છુક રોકાણકારને વિમાન કંપનીના રૂ. ૬૦,૦૭૪ કરોડના વિશાળ દેવાને ચૂકવવા માટેની શરતોમાં છૂટછાટ અપાય એવી શક્યતા જાહેર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇચ્છુક રોકાણકારને પ્રાથમિક માહિતી માટેના મૅમોરેન્ડમમાં કરવામાં આવેલા ફેરફાર બદલ સવાલો પૂછવાનો સમય મળે એ માટે બીડ કરવાની અંતિમ તારીખ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવવા માટે ઍર ઇન્ડિયા સ્પેશિફિક અલ્ટરનેટિવ મૅકેનિઝમ (એઆઇએસએએમ)એ મંજૂરી આપી દીધી છે.
જાન્યુઆરીના જાહેરનામા પ્રમાણે ઍર ઇન્ડિયાના રૂ. ૬૦,૦૭૪ કરોડના દેવામાંથી ઇચ્છુક રોકાણકારે રૂ. ૨૩,૨૮૬.૫ કરોડની ચુકવણી કરવાની રહેશે અને બાકીનું દેવું ઍર ઇન્ડિયા અસેટ્‌સ હોલ્ડિંગ લિ. ચૂકવશે.

Related posts

૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો ૨૪મીથી કરાવી શકશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન…

Charotar Sandesh

વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

મોબ લિન્ચિંગ અને ગાયના નામ પર લોકો હિન્દુ ધર્મને બદનામ કરી રહ્યા છે : ભાગવત

Charotar Sandesh