Charotar Sandesh
વર્લ્ડ

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ કોરોના પોઝિટિવ, કરાચીની મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ…

દાઉદના પત્ની પણ પોઝીટીવ જાહે૨ : સપ્તાહ પૂર્વે જ પાકિસ્તાનના અનેક લશ્ક૨ીના અધિકા૨ીઓને માફીયા ડોન મળ્યો હતો : ફફડાટ

કરાચી : દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ ને કોરોના થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ દાઉદના ગાડ્‌ર્સ એન બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે. ટૉપ સૂત્રો મુજબ આ ખબર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે અનેકવાર આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.

Related posts

અમેરિકા ચૂંટણી : બિડેનને સત્તા સોપવા માટે તૈયાર થયા ડોનાલ્ડ ટ્રમ્પ…

Charotar Sandesh

ભારતના આસામ તથા બિહારના પૂર પીડિતોની વહારે અમેરિકન્સ ઇન્ડિયા ટીમ…

Charotar Sandesh

અમેરિકામાં કોરોનાના કેસ ૨૧ લાખથી વધુ : ફરી પ્રતિબંધ લાગવાની શક્યતા…

Charotar Sandesh