Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અન્ય જિલ્લાં-રાજ્યોમાંથી આવેલા નાગરિકોની માહિતી તુરતં જ ૧૦૭૭ નંબર ઉપર આપો…

આણંદ : આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે નાગરિકો ને રક્ષણ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ સતત કાળજી લઈ કામ કરી રહ્યું છે  ત્યારે જિલ્લા ના નગરો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય રાજ્યોમાંથી આવેલા નાગરિકો રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ની ગાઈડ લાઈન મુજબ અનુસરવું જોઈએ કે તેઓની અવર જવર ને જાહેર કરવી જોઈએ  જેથી તેઓ કોરોના સંક્રમિત હોય તો તુરંત તેઓની કાળજી લઈ શકાય પરંતુ જેઓ જિલ્લા માં આવી ઘરમાં છૂપાયા હોય અને પોતાની ઓળખ  જિલ્લા વહીવટી તંત્ર ને તુરંત જાણ કરવા જણાવવામાં આવે છે જો એમન કરવું ગુન્હો બને છે.

જિલ્લા ભરના નાગરિકો ને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે તમારા વિસ્તારમાં  સોસાયટી,  ગ્રામ્ય વિસ્તારોમાં અડોશ પાડોશ માં આવા અન્ય રાજ્યો અને જીલ્લા ઓ માં થી આવેલા અને પોતાની ઓળખ  જાહેર ન કરી  હોય તેવા નાગરિકો વિશે માહિતી હોય તો ૧૦૭૭ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરો અને માહિતી આપો.

જેથી આણંદ જિલ્લા ને કોરોના વાઇરસ સામે નાગરિકો ને રક્ષણ મળે અને ઝડપથી કોરોના વાઇરસ થી મુક્ત થઈ શકાય. સાથે સાથે જાહેર ન થયા હોય તેવા  અન્ય રાજ્યો અને જિલ્લાઓ માંથી આવેલા નાગરિકો ને પણ સંક્રમણ માં થી સારવાર આપી સ્વસ્થ કરી શકાય.

Related posts

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

Charotar Sandesh

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

Charotar Sandesh

અમૂલ ચૂંટણી : વધુ ૧૭ ફોર્મ ભરાયા, ઉમેદવારી કરવાની અંતિમ તારીખ ૧૩ ઓગસ્ટ

Charotar Sandesh