Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા : વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

વિદ્યાર્થીઓને આઈ-20 અથવા DS-160 અથવા એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે સંપર્ક કરવા અનુરોધ… રૂબરૂ જિલ્લા કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે…
જિલ્લાઓમાં કલેક્ટર્સને અને સાત મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપાઈ…
અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વૅક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે…

આણંદ : અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના  વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.

અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વૅક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના  ધોરણે વૅક્સિન  અપાશે.

Related posts

ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલી : અમુક ગામોમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું

Charotar Sandesh

બેન્ક ઓફ બરોડા ઉમરેઠ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાઈ

Charotar Sandesh

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh