Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાયો…

રાજકોટ : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં મોડેથી તંત્ર જાગ્યું છે. આવતીકાલ એટલે કે પહેલી એપ્રિલથી ગુજરાત પ્રવેશતાં પહેલાં ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રિપોર્ટ બતાવ્યા બાદ જ હવાઈ મુસાફરી કરી શકાશે. અમદાવાદમાં પ્રવેશતાં પહેલાં ૭૨ કલાક પહેલાનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અને જો રિપોર્ટ નહીં હોય તો એરપોર્ટ પર સ્વ ખર્ચે ટેસ્ટિંગ કરાવી શકાશે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર રોકાવું પડશે.
અમદાવાદમાં અને રાજ્યમાં કોરોના કેસ બેફામ વધતાં આવતીકાલથી ગુજરાતમાં આવતા તમામ પ્રવીસોએ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. ૭૨ કલાક પહેલાં ટેસ્ટ કરવાનો ફરજિયાત રહેશે. રિપોર્ટ બતાવ્યા બાદ જ હવાઈ મુસાફરી કરવા દેવામાં આવશે. અમદાવાદમાં પણ પ્રવેશતાં તમામ પ્રવાસીઓ માટે ટેસ્ટિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો ટેસ્ટિંગ નહીં કરાવ્યું હોય તો એરપોર્ટ પર સ્વખર્ચે ટેસ્ટિંગ કરવાનું રહેશે. અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રોકાવાનું રહેશે.

Related posts

શૌચાલયના કૅર ટૅકરના પુત્રએ ધો-૧૨માં ૯૯.૬૦ પર્સેન્ટાઇલ મેળવ્યાં

Charotar Sandesh

સામાજીક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો : મહિલાઓ-બાળકો સહિત ૧૨૦ને અસર, દોડધામ મચી

Charotar Sandesh

કોરોનાના ઘટાડા વચ્ચે આવતીકાલથી રાજ્યમાં ધો.૧૨નું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

Charotar Sandesh