Charotar Sandesh
ઉત્તર ગુજરાત

હોટસ્પોટ અમદાવાદ : હાટકેશ્વરના હરિપુરામાં એક સાથે 19 શાકભાજીવાળા કોરોનાગ્રસ્ત…

  • મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જનતાને અપીલ કરી છે કે, કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે અત્યંત સાવચેતીપૂર્વક એક સાથે બે ચાર દિવસનું શાકભાજી આવા કાર્ડ ધારકો પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ…

અમદાવાદ : હોટ સ્પોટ અમદાવાદના સંક્રમિત કન્ટેઇનમેન્ટ વિસ્તારો પછી હવે આસપાસના બફર ઝોનમાં અત્યંત ઝડપથી કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે. મંગળવારે સવારે ખોખરાના હાટકેશ્વર વિસ્તારના હરિપુરામાં એક સાથે ઝુંપડપટ્ટીમાં રહેતાં શાકભાજીની લારી ચલાવતા 19 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડપંચ મચી ગયો છે. આ તમામના પરિજનોને તુરત જ કોરન્ટિન કરી એક બસ મારફતે અન્યત્ર ખસેડી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત સમગ્ર ચાલી અને એની આસપાસના વિસ્તારોને તુરત જ સીલ કરી સેનિટાઇઝ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો ખડકી દેવામાં આવી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સેનિટાઇઝેશન તેમજ હેલ્થ ટીમ દ્વારા સમગ્ર ચાલીના લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરી દેવાયું છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હવે આ વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જનતાને અપીલ કરી છે કે, કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે અત્યંત સાવચેતીપૂર્વક એક સાથે બે ચાર દિવસનું શાકભાજી આવા કાર્ડ ધારકો પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. એટલું જ નહીં જ્યારે ખરીદી કરવા જાવ ત્યારે માસ્ક કે મોં ઢાકેલું હોય એવા જ ફેરિયા પાસેથી સંપૂર્ણ સોશીયલ ડિસ્ટન્સિંગના પાલન થયેલું હોય તો જ  ખરીદવું. ઘરમાં લઇ જતાં પહેલાં એને બરાબર પાણીથી સાફ કરવું, શક્ય હોય તો ગરમ પાણીમાં બોળી રાખ્યા પછી જ ઉપયોગમાં લેવું.

Related posts

ઉમરેઠ મામલતદાર દવેનું બી.કે.યુ.દ્વારા સન્માન કરવામાં આવ્યું

Charotar Sandesh

ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લેવાની તૈયારીમાં…

Charotar Sandesh

‘વાયુ’ વાવાઝોડાની અસર… ધુળની ડમરીઓથી સોમનાથ મંદિર ઢંકાયું…!

Charotar Sandesh