Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આંતરરાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડિયાદ

લોકલ ક્રાઈમ બ્રાંચ પોલિસે આરોપીને ચેચીસ નંબર તેમજ એન્જીન નંબર ઉપર છેડછાડ કરેલ ચોરીની ૧૩ ગાડીઓ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી…

નડિયાદ : મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર સાહેબ નાઓએ મિલ્કત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તથા મિલ્કત વિરુદ્ધના ગુના શોધી કાઢવા સુચના કરેલ, જે આધારે શ્રી એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૦૨/૦૧/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ. શ્રી એમ.ડી.તિવારી તથા અહેડકો. વિનોદ નામદેવ તથા અ.હડે કો. ચંદ્રકાંત ગોવિંદભાઇ બ.ન. ૭૫૮ તથા અ.હડે કો. તુષારભાઇ નરશીભાઇ બ.ન. ૯૦૯ તથા અ.હે. કો રાકેશકુમાર કિરીટભાઇ બ.નં ૧૧૫૮ તથા તથા અ.હડે કો. યશપાલસિંહ કિશોરનસિંહ બ.ન. ૭૮૭ અ.હે.કો. ધર્મપાલસિંહ ફતેસિંહ બ.ન. ૮૨૧ તથા અ.હડે કો. ઋતુરાજસિંહ ગોપાલસિંહ બ.ન. ૮૪૭ તથા પો.કો. અમરાભાઇ કાળુભાઇ બ.ન. ૮૬૭ તથા પો.કો. કુન્દનકુમાર ઉમેદભાઇ બ.ન. ૧૩૮ તથા પો.કો. કેતનકુમાર મહેન્દ્રભાઇ બ.નં. ૨૪૭ તથા પો.કો. રાહુલકુમાર મોહનભાઇ બ.ન. ૧૦૯૧ તથા પો.કો. પંકજકુમાર સોમાભાઇ બ.ન. ૨૬૦ એ રીતેના પોલીસ માણસોના માણસો મિલ્કત વિરુદ્ધ ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડકો. વિનોદકુમાર નાઓને બાતમીદાર થી બાતમી હકિકત મળેલ કે ઇમરાનખાન અહેમદખાન પઠાણ રહે. ગરમાળા નાનો ચોરીની ફોરવ્હીલ ગાડીઓ એન્જીન તથા ચેસીસ નબંરો સાથે છેડ-છાડ કરેલી એક જીપ કંપાસ તથા એક ક્રેટા ગાડી લઇને અલીન્દ્રા ચોકડી પાસે ઉભો છે અગાઉ તેણે આવી ગાડીઓ બીજાને વેચાણ આપેલ છે. જે બાતમી આધારે અલીન્દ્રા ચોકડી ખાતે થી ઇમરાનખાન અહેમદખાન પઠાણ રહે. ગરમાળા પઠાણ ફળીયું, તા.માતર, જી.ખેડા નાને જીપ કંપાસ નંબર GJ 27 CF 0007 તથા હૃન્ડાઇ ક્રેટા GJ 33 B 5507 સાથે પકડી પાડેલ જેમાં પ્રાથમિક દ્રષ્ટીએ એન્સીન નંબર સાથે છેડછાડ થયેલ જણાય છે. સદર ઇસમ ની પછ પરછ કરતાં વસીમ ઉફે ભુરો અકબરઅલી કુરેશી રહે. અમદાવાદ નો પોતાના ભંગારના વાડામાં સ્ક્રેપમાં આવેલ ટોટલ લોસ ગાડીઓની આર.સી.બુક પોતાના પાસે રાખે છે અને ચોરી કરી મંગાવેલ ગાડીઓના એન્સીન તથા ચેસીસ નંબરોમાં છેડછાડ કરી ટોટલ લોસ ગાડીની આર.સી.બુક માનો નંબર લખી આ ગાડી બીજાના નામે વેચાણ કરવા આપતા હોવાની હકીકત જણાવતા સદરહું એ બંને ગાડીઓ ચોરી અથવા છળકપટ થી મળે વેલાનું જણાય આવતા સદરહું બન્ને ગાડી સાથે સી.આર.પી.સી.૪૧(૧)ડી,૧૦૨ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ.
ઇમરાનખાન અહેમદખાન પઠાણ ની વધુ પછપરછ કરતા તેઓ એ નીચે મુજબની બીજી ગાડી ઓ વેચાણ કરેલા ની કબુલાત કરતા સદર ગાડીઓ કબ્જે કરવામાં આવેલ છે. (1) GJ 12 BR 1111 (2) GJ 01 RD 5459 (3) GJ 05 JQ 1096 (4) GJ 10 CG 6500(5) GJ 23 CB 9292 (6) GJ-33 B 5507 (7) GJ 06 LE 6059 (8) GJ 03 KP 7875 (9) GJ 06 JQ 6436 (10) Gj 06 JM 2232 (11) GJ 12 CG 3263 જે તમામ ગાડીઓ તથા સદર ઇમરાનખાન અહેમદખાન પઠાણ પાસેથી અગાઉ કબ્જે કરેલ ગાડીઓ ઉપર એન્સીન નંબર તથા ચેંચીસ નંબર ઉપર છેડછાડ કરેલાનું જણાય આવેલ હોઇ તમામની એફ.એસ.એલ તથા આર.ટી.ઓ.તપાસણી કાર્યવાહી ચાલમાંં છે. તેમજ સાયબર ક્રાઇમની ટેકનીકલ ટીમના પો.સબ.ઇન્સ. શ્રી એ.જે.તિવારી તથા હડે કો.સંદિભાઇ તથા સ્ટાફના માણસો દ્વારા તપાસ કરતા સદરહું ગાડીઓ પૈકી (૧) હ્યુન્ડાઈ ક્રેટા GJ-33 B 5507 જેનો અસલ રજીસ્ટ્રેશન નંબર HR10AJ 6936 છે. (૨) હ્યુન્ડાઈ વર્ના GJ 12 BR 1111 જેનો અસલ રજી. નંબર- DL8CAE 3919 છે.(૩) હ્યુન્ડાઈ આઇ-૨૦ Gj 06 JM 2232 જેનો અસલ નંબર UP12AS7500 છે. (૪) હ્યુન્ડાઈ ક્રેટા GJ 06 JQ 6436 જેનો અસલ નંબર DL8CAS8718 નો છે. જે બાબતે દિલ્હી રાજ્યમાં જુદા-જુદા પો.સ્ટે. ખાતે સને ૨૦૧૯/૨૦માં ચોરી થયેલાના ગુના રજી. થયેલ છે.
સદરહ ું ગાડીઓ પૈકી (1) GJ 03 KP 7875 (2) GJ 06 JQ 6436 (3) GJ 06 LE 6059 ની નરૂદીન કમરૂદીન પરબતણી રહ.ેઆણંદ સીટીઝન સોસાયટી ૧૦૦ ફુટ રોડ આણંદ નાઓએ ખરીદેલ હોઇ જેથી તેઓ એ પોતાની સાથે વિશ્વાસ તથા છેતરપીંડી થયેલ હોઇ જે બાબતે ઇમરાનખાન અહેમદખાન પઠાણ વિરૂદ્ધ ફરીયાદ આપતા માતર પો.સ્ટે. ગુનો રજીસ્ટર્ડ કરી ઇમરાનખાન અહેમદખાન પઠાણ નાઓની અટકાયત કરી આગળની તપાસ પો.સબ.ઇન્સ. શ્રી એ.ઓ.તિવારી એલ.સી.બી.ખેડા નડીયાદ નાઓ ચલાવી રહેલ છે. આ કામે અન્ય સંડોવાયેલ આરોપીઓ તથા અન્ય બીજા વાહનોની તપાસ ઉંડાણપૂર્વક ચાલુ છે.

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિત વિસ્તારોને કોરેન્ટાઈન એરિયા જાહેર કરાયા

Charotar Sandesh

લોકડાઉન દરમ્યાન આણંદ BAPS સંસ્થા દ્વારા એક લાખ લાભાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધુ ૧૦ કેસો પોઝીટીવ નોંધાયા : તંત્ર દ્વારા સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈમેન્ટ કરાયા…

Charotar Sandesh