Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા : જ્યારે ચાર દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ…

અત્યાર સુધી જિલ્લામાં કોરોના (C O V ID-19) સંક્રમિત કુલ ૧૨૧ પોઝીટીવ કેસ : ખંભાતના કોરોના પોઝીટીવ દર્દીનું અવસાન…

૯૭ દર્દીઓ સાજા થતા હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ : જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૪૮૬ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે આણંદ તાલુકાના સલાટીયા રોડ, આણંદ ખાતે ૨૬ વર્ષીય પુરુષ, ઉમરેઠ તાલુકાના પોલીસ લાઈન, ઉમરેઠના ૩૬ વર્ષીય પુરુષ, ખંભાત તાલુકાના રાવળીયા વાડ, ખંભાતના ૩૧ વર્ષીય પુરુષ અને તારાપુર તાલુકાના ગાયત્રી સોસાયટી, તારાપુરનાં ૬૪ વર્ષીય પુરુષ મળીને કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧૨૧ થઇ જવા પામી છે.

જ્યારે આજરોજ ખંભાત તાલુકાના પીઠનો સુથાર વાડાના ૬૦ વર્ષીય પુરુષ, બોરસદની ૪૮ વર્ષીય સ્ત્રી, ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ૭૪ વર્ષીય પુરુષ અને ખંભાત ખાતે ખવાડો જૈન દેરાસરની ૫૦ વર્ષીય સ્ત્રી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં પોઝેટીવ કોરોના મુક્ત દર્દીઓની સંખ્‍યા ૯૭ થઇ છે.

જિલ્લામાં ખંભાતના નાગરવાડા વિસ્તારનાં બાવન(૫૨) વર્ષીય પુરુષ કે જેમને ડાયાબિટીસ, હાઈપર ટેન્સન, કિડનીની બિમારી જોવા મળી હતી. તેમનું આજરોજ અવસાન થયું છે. આમ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૧૨ દર્દીઓ તેમજ ત્રણ નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૫ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૩૪૮૬ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૩૬૦૭ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટીયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ નવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી બે દર્દીઓ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે, પાંચ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ એક દર્દી જીએમઈઆરએસ ગોત્રી વડોદરા ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે એક દર્દી તપન હોસ્પિટલ અમદાવાદ ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

જે પૈકી કોરોના પોઝીટીવ ચાર દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે. એક દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૪ દર્દીની સ્થિતિ હાલમાં સામાન્ય છે.

Related posts

આણંદ રેલવે સ્ટેશનનું ૩ વિંગ મોડેલ : રેલવે સ્ટેશનની આ છે ખાસિયત, જુઓ

Charotar Sandesh

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં આયુર્વેદનું મહત્વ વિષય પર ગેસ્ટ લેક્ચર યોજાયું

Charotar Sandesh

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Charotar Sandesh