Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે જિલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા : અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ ૯૩ પોઝીટીવ કેસ…

આ પૈકી ૭૬ દર્દીઓ સાજા થતા હાલ સાત દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫૨૯ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે જિલ્લાનાં ખંભાત તાલુકાનાં ઝંડા ચોક યુકો બેંક પાસે,ખંભાત ખાતે ૫૯ વર્ષનો પુરૂષ અને ૩૨ વર્ષનો પુરૂષદર્દી મળીને બે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૯૩ થઇ જવા પામી છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૯ દર્દીઓ તેમજ એક નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૦ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૧૫૨૯ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૧૬૨૨ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ સાત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ચાર દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ ત્રણ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી પાચ દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે. જ્યારે એક દર્દી વેન્ટીલેટર ઉપર છે. અને એક દર્દીની સામાન્ય છે.

Related posts

બ્રેકિંગ : ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં હાજર કરાયો : પ્રથમ વખત કોર્ટ રાત્રે ખૂલી

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭મો રંગોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૨૬૫૪૮૧ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણનો પ્રારંભ…

Charotar Sandesh