Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે ફરી ખુશખબર : જિલ્લામાં ૧૭ વ્યક્તિઓ કોરોના વાઇરસથી મુક્ત જાહેર, તમામને રજા અપાઈ

આજે જિલ્લામાં એક પોઝીટીવ કેસ નોંધાતા અત્યાર સુધી જિલ્લામાં કોરોના (C O V ID-19) સંક્રમિત કુલ ૮૩ પોઝીટીવ કેસ…

આ પૈકી ૬૪ દર્દીઓ સાજા થતા હાલ માત્ર ૧૧ દર્દીઓ સારવાર હેઠળ…

જિલ્લામાં અત્યારસુધીમાં ૫૯૭ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : કલેકટરશ્રી આર.જી. ગોહીલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં જુદી જુદી હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર લઈ રહેલા કુલ ૧૭ વ્યક્તિઓ કોરોના વાયરસથી મુક્ત થઇ સંપૂર્ણ સ્વસ્થ થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તેઓ હવે કોરોના વાઇરસથી મુક્ત થતા આણંદ જિલ્લામાં હાલ કુલ ૧૧ કેસો વ્યક્તિઓ હવે સારવાર હેઠળ છે અને તેઓને પણ ખૂબ સારી સારવાર આપવામાં આવી રહી છે અને તેઓ પણ જલ્દી સારા થઈ જાય તે માટે કાળજી લેવામાં આવી રહી છે.

વિગતે જોઇએ તો ઉમરેઠના વહોરવાડ વિસ્તારના પાંચ દર્દીઓ અનુક્રમે ૩૮, ૬૫, ૫૯ વર્ષીય પુરુષ દર્દી તેમજ ૭૩ અને ૪૫ વર્ષના સ્ત્રી દર્દી તેમજ પેટલાદના દેવદુત કોલોની ઇસરામાં રહેતા ૩૫ વર્ષી સ્ત્રી દર્દી તેમજ ખંભાત તાલુકાના કુલ ૧૧ દર્દીઓમાંથી ૫ પુરુષ દર્દીઓ અને ૬ સ્ત્રી દર્દીઓ જેમની વિગતો જોઇએ તો ચીતરી બજારમાંથી ૩૪ વર્ષીય પુરુષ દર્દી, પાણીયારી વિસ્તારના થુલીની પોળ માંથી ૫૭ વર્ષના પુરુષ દર્દી, ગંધારકવાડો વિસ્તારમાંથી ૨૮ વર્ષના પુરુષ દર્દી, મોટા કમારવાડા સામેના ચીતરી બજારમાંથી ૬૨  વર્ષના પુરુષ દર્દી, જ્યારે સ્ત્રી દર્દીઓમાં અલિંગ વિસ્તારના ૩૯ વર્ષના મહિલા દર્દી, પીપડા શેરીના ૪૬ વર્ષની વયજૂથના સ્ત્રી દર્દી, રાણા ચકલા વિસ્તારના ૨૪ વર્ષના સ્ત્રી દર્દી, અકબરપુર વિસ્તારના ૧૯ વર્ષની દિકરી, વિજય સોસાયટી માં રહેતા ૨૧ વર્ષના સ્ત્રી દર્દી કે જેઓ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા તેઓ આજે સાજા થતા પોતાના ઘરે તંદુરસ્ત થઇને પરત ફર્યા હતા.

આણંદ જિલ્લામાં તા ૦૯/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૫૯૧ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાં તા. ૦૯/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા. ૧૦/૦૫/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ૦૧ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૫૯૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૬૮૦ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

અત્યારસુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૭ દર્દીઓ તેમજ એક નોન કોવીડ દર્દી મળીને કુલ ૮ મૃત્યુ નોંધાયા છે. અત્યારે  જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ ૧૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૦ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં તેમજ ૧ દર્દીને ખંભાત ખાતેના કાર્ડીયાક કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી બે દર્દી વેન્ટીલેટર ઉપર જ્યારે એક દર્દીઓ O2 ઉપર અને ૦૮ દર્દીઓ હાલ સામાન્ય હાલતમાં છે.

Related posts

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ : જિલ્લામાં કુલ સંખ્યા ૯૭ નોંધાઈ…

Charotar Sandesh

આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

Charotar Sandesh

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh