Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાંથી આવશ્યક ચીજ વસ્તુઓ લખેલી આઈસરમાથી ૫૭ વ્યક્તિઓ ઝડપાયા…

બીજા રાજ્યમાં જવા માટે પોલીસને થાપ આપવાનું ભારે પડ્યુ…

અમદાવાદ : ગુજરાતમાં લોક ડાઉન બાદ પરપ્રાંતિઓની મુશ્કેલી વધી ગઈ છે. આણંદ પાસેથી પોલીસે આઇસર ગાડીમાં જતા સ્ત્રી-પુરૂષ બાળકો સહિત ૫૭ પરપ્રાંતીય લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

નાયબ પોલીસ અધિક્ષક આણંદ બીડી જાડેજા ના જણાવ્યા મુજબ શુક્રવારે મોડી રાત્રે વાસદ પાસેથી પસાર થઈ રહેલી આઇસરની રોકી હતી. આઇસરના આગળના ભાગે આવશ્યક ચીજવસ્તુઓ લખેલું બેનર હતું. પોલીસે અંદર ચેક કરતા સ્ત્રી પુરૂષ અને બાળકો સહીત ૫૭ પરપ્રાંતિઓ મળી આવ્યા હતા.

પોલીસે તમામ લોકોને મેડિકલ ચેક અપ માટે આણંદ સેલ્ટર હોમમાં મોકલી આપ્યા છે અને બાવળાના ડ્રાઇવર અજીતસિંહ રામુભાઇ ડોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લોક ડાઉન બાદ પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે.

Related posts

ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ

Charotar Sandesh

ખુશખબર : આણંદ જિલ્લો ૧૭ માસ બાદ કોરોનામુક્ત બન્યો : ૧૫ દિવસમાં એક પણ કેસ નહીં

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લાની ૧પ૦ કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા આરંભાશે

Charotar Sandesh