Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે વિશ્વ નશાબંધી અને ડ્રગ્સ નિષેધ દિન નિમિત્તે યોજાયેલ વેબિનાર…

આણંદ : યુનાઇટેડ નેશન્‍સ જનરલ એસેમ્‍બલીએ સમગ્ર વિશ્વમાં તા. ૨૬મી જૂન “DRUG ABUSE AND ILLICIT TRAFFICKING INTERNATION DAY” તરીકે જાહેર કરેલ છે.

વિશ્વ નશાબંકી અને ડ્રગ્‍સ નિષેધ દિનના અનુસંધાને તા. ૨૫મીના રોજ આણંદ ખાતે જિલલા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, આબકારી વિભાગની કચેરી, ક્રિપા ફાઉન્‍ડેશન અને એન.એસ.પટેલ આર્ટસ કોલેજના સંયુકત ઉપક્રમે વેબિનાર યોજવામાં આવ્‍યો હતો.

આ વેબિનારમાં મુખ્‍ય વકતા તરીકે શ્રી આર. આર. દેસાઇ સહિત આણંદના જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરા, પ્રોબેશન ઓફિસર શ્રી એચ. જી. મસાણી, નશાબંધી અને આબકારી વિભાગ, આણંદના ઇન્‍ચાર્જ અધિક્ષકશ્રી, સ્‍ટેટ કો-ઓર્ડીનેટર શ્રી અનંત ક્રિશ્ચિનએ આ વેબિનારમાં પોતાના વ્‍યકતવ્‍યો રજૂ કર્યા હતા.

જેમાં ખાસ કરીને ડ્રગ્‍સના દૂરઉપયોગ અને નશાબંધી દિન નિમિત્તે વિશ્વભરના અને  તેમાંય ખાસ કરીને યુવાનો અને કિશોરોમાં જવાબદારીની ભાવનાઓ ઉત્તેજીત કરવા તથા નશાકારકયુકત પદાર્થો અને કેફી દ્રવ્‍યોનો દુરઉપયોગ અટકાવવા તેમજ તેની માંગ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાય સુધી પહોંચવા માટે આ ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ વેબિનારમાં જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નશાબંધી અને આબકારી વિભાગ, જિલ્‍લા બાળ સુરક્ષા એકમ અને નશામુકિત ક્ષેત્રમાં કામ કરતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, એન.એસ.પટેલ કોલેજના સોશિયલ વર્કના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સર્વે નશામુકત ભારત અભિયાનમાં જોડાઇને વેબિનારમાં ભાગ લીધો હોવાનું આણંદના જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્‍યું છે.

Related posts

ધુળેટી પર્વ નિમિત્તે આણંદ પાલિકા દ્વારા શહેરમાં વધુ બે કલાક પાણીનું વધારે વિતરણ કરવાનો નિર્ણય કરાયો

Charotar Sandesh

આણંદ : નકલી દસ્તાવેજ બનાવી અમૂલ સાથે છેતરપીંડીનો પ્રયાસ હાથ ધરાતા નોંધાઈ પોલીસ ફરિયાદ

Charotar Sandesh

ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Charotar Sandesh