Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોના વાયરસ સામે તંત્ર એકશન મોડમાં પણ જનજાગૃતિ અનિવાર્ય…

આણંદ પાલિકા હોસ્પિટલમાં વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે જિલ્લાની ૬ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ…

આણંદ : વિશ્વમાં મહામારીના રૂપમાં ફેલાતા જતા કોરોના વાયરસના ભારતમાં પણ ૪૩થી વધુ દર્દીઓ નોંધાયા છે. રોગનો પ્રવેશ થતો અટકે તે માટે ારાષ્ટ્રીય કક્ષાએ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રેનીંગ સહિતની ચાંપતી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ જિલ્લાકક્ષાએ કોરોનાના શંકાસ્પદ કેસની સંપૂર્ણ શારીરિક તપાસ માટે આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે.

કોરોના વાયરસની તકેદારીના ભાગસ્વરૂપે આણંદની સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ ખુલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, કલેકટર આર.જી.ગોહિલ, ડીડીઓ આશિષકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, પાલિકા પ્રમુખ કાન્તિભાઇ ચાવડા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૬ હોસ્પિટલોમાં ૩૬ આઇસોલેશન વોર્ડની વ્યવસથા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ પેટલાદ -૪ બેડ, સિવિલ હોસ્પિટલ આણંદ-૧૦, શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ-૧ર, ઝાયડસ હોસ્પિટલ આણંદ-૪, અપરા નર્સિગ હોમ આણંદ-૪, વિહાર હોસ્પિટલ આણંદમાં ૪ આઇસોલેશન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું તંત્રએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું ેકે, જરૂર પડયે આઇસોલેશન બેડની સંખ્યા વધારવામાં આવશે. વધુમાં જિલ્લા આરોગ્ય વિભાગ પાસે પીપીઇ કીટ ૧૦પ, ટ્રિપલ લેયર માસ્ક ૨૬૬૨૫, એન-૯પ માસ્ક ૧૩૭ નંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જિલ્લાના તમામ મેડીકલ ઓફિસર સહિત કુલ ૧૮૦ ડોકટરોને વર્કશોપમાં બિમારી સામે સારવાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના મેડીકલ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન અપાયું છે. આ ઉપરાંત પેમ્પલેટ સહિત પ્રજામાં રોગ સામે રક્ષણની જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

Related posts

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કુલ ઉમરેઠનું ધોરણ ૧૦ બોર્ડના તેજસ્વી તારલાઓનું રીઝલ્ટ

Charotar Sandesh

મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં ઉમરેઠ નગરપાલિકા દ્વારા ગરીબોના વિસ્તારમાંથી ગંદકી હટાવાઈ…

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૨મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh