Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલ ૧૧ બાઈકો રીકવર કરી આરોપીની કરાઈ ધરપકડ…

વાસદ – આણંદ ટાઉન – આણંદ રૂરલ – બોરસદ ટાઉન – બોરસદ રૂરલ પો.સ્ટે.ના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની કરાઈ ધરપકડ…

આણંદ : વિદ્યાનગર પોલીસે બાતમી આધારે આણંદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બાઈક ચોરી કરતા રીઢા ચોરને પકડી પાડી કુલ રૂ. ૧૧ બાઈકો કિ.રૂ. ૨,૦૨,૦૦૦ ના મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.બી. ચૌહાણની સુચનાથી વિદ્યાનગર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. કરમસદ રામદેવપીર મંદિર આવતા પો.કો. મહાવીરસિંહ પ્રતાપસિંહ નાઓને બાતમી મળેલ કે, એક ઈસમ નંબર વગરનું શંકાસ્પદ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું બાઈક લઈ તારાપુર રોડ ઢેબાકુવા તરફથી આવતો હોય અને કરમસદ બળીયાદેવ ચોકડી આવવાનો હોય તેણે શરીરે પીળા પોપટી અને મહેંદી કલરનું પટ્ટાવાળુ શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં ઉભા હતા. દરમ્યાન ઈસમ બાઈક લઈને આવતા તેને કોર્ડન કરી રોકી લીધેલ. અને તેની પાસે મોટરસાઈકલના કાગળો માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવેલ. તેનું નામ પુછતા ઈઝહારઅસરફખાન ઉર્ફે ઈજ્જુ સનાઉલ્લાખાન પઠાણ ઉ.વ. ૩૩, રહે. બોરસદ વાવડી મહોલ્લા ન.પા. સામે જુની કોર્ટ આગળ બોરસદ નો હોવાનું જણાવેલ. સદર આરોપીને પો.સ્ટે. લાવી પો.ઈન્સ એચ.બી. ચૌહાણે અંગત રસ લઈ સઘન તપાસ માટે સુચન અને માર્ગદર્શન આપતા ઉપરોક્ત તમામ પોલીસ માણસો સાથે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા અન્ય ૧૧ ચોરીઓ કરેલાની કબુલાત કરેલ. અને વાસદ પો.સ્ટે. વિસ્તારમાં ચોરી કરેલ તે વખતે પોતાની મારુતિ ફંટીનો ઉપયોગ કરેલ. જે મળી તમામ મુદ્દામાલ કિ. રૂ. ૨,૦૨,૦૦૦ રીકવર કરેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ અને તારાપુર તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવા સહિતના કાર્યક્રમ યોજાયા…

Charotar Sandesh

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh