Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : પાધરિયા વિસ્તારમાં સર્વે કરવા ગયેલ બે મહિલા કર્મચારીઓ ઉપર ટોળાએ કર્યો હુમલો…

આ મામલે આણંદ ટાઉન પોલીસે ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે…

આણંદ : શહેરના પાધરિયા વિસ્તારમાં આવેલ અલેફ પાર્ક સોસાયટીમાં સર્વે માટે ગયેલ આરોગ્ય વિભાગની બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના પાધરીયા વિસ્તારમાંથી પ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે, જેને લઈ કોરોનાના કેસો વધે નહીં તે માટે આણંદમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. દેશમાં પીએમ મોદી, સીએમ રૂપાણી, રાજ્ય પોલીસ વડા સહિત તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમનો જીવ જોખમમાં મૂકીને તમારી સેવા કરી રહ્યા છે. તેવામાં તેઓને હેરાન કે હુમલો ન કરો. તેમ છતાં છાશવારે આવાં કિસ્સાઓ સામે આવતાં જ રહે છે.

દરમ્યાન આણંદમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ લઘુમતી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે ગઈ હતી. તેવામાં અલેફ પાર્ક સોસાયટીમાં ગયેલી આરોગ્ય વિભાગની બે મહિલા કર્મચારીઓ ઉપર ટોળાંએ હુમલો કરી દીધો હતો. ટોળાંના હુમલાથી મહિલા કર્મચારીઓ ડરીને સર્વેની કામગીરી છોડીને પરત ફર્યા હતા. આ મામલે આણંદ ટાઉન પોલીસે ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

  • Jignesh Patel, Anand

Related posts

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ૫૧ ગામની ૧૦૧ દિકરીઓને દત્તક લેશે…

Charotar Sandesh

આજે આણંદ જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : જિલ્લામાં કુલ ૭૯ પોઝીટીવ કેસ

Charotar Sandesh

જિલ્લા કલેકટરએ ખંભાતના કોરોનાગ્રસ્ત રહેમતનગર અને કંસારી વિસ્તારમાં દવા છંટકાવ કરાવ્યો…

Charotar Sandesh