Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે ૭૫ બેડ સાથેનું કોરન્ટાઇન સેન્ટર કાર્યરત કરાયું…

૩૬ વર્ષીય નિવૃત્ત આર્મીમેન મોહસીન વોરા અને તેઓની ટીમે સેન્ટરના સંચાલનની જવાબદારી લીધી…

દાતાઓ દ્વારા બે એમ્બ્યુલન્સ ભેટમાં આપાઈ…

આણંદ : આણંદ શહેરનાં મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે ૭૫ બેડ સાથેનું કોરન્ટાઈન સેન્ટર જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારનાં શુભ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું.

આણંદમાં આ પહેલું એવું કોરન્ટાઇન સેન્ટર છે જેને મુસ્લિમ સમાજ અને સમાજના યુવાનોએ મદ્રેસા હાઇસ્કૂલ ટ્રસ્ટના સહયોગ થી કાર્યરત કર્યું છે.

કલેકટર શ્રી આર.જી.ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે સેન્ટરની મુલાકાત લઈને વ્યવસ્થાની ચકાસણી કરી હતી સાથે જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારીશ્રી અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી આસિમ ખેડાવાળાએ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મળેલ સહકાર બદલ આભાર ભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લા આરોગ્ય વિભાગનાં પેરા મેડિકલ સ્ટાફ અને અધિકારીશ્રીના સહયોગ ને આવકાર્યો હતો.

આ સેન્ટરને કાર્યરત કરવામાં મહત્વનું યોગદાન આપનારા મુસ્લિમ સમાજના આગેવાનો મુનીર બાવા સૈયદ, મોહસીન ગામડી, ઝુબેરભાઈ ગોપાલાણી અનવર શેખ, અફજલ વોરા, મોલના સાજીદ, આસીમ ખેડા વાલા, સિરાજ મિયાં કુરેશી તથા સમાજનાં તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

મુસ્લિમ વિસ્તારમાં અને મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે કોરન્ટાઈન સેન્ટર કાર્યરત થવાથી મુસ્લિમ બિરાદરોને માટે પોતીકું લાગશે  અને સારવાર માટે નજીક પડશે .આ સેન્ટરને મરહૂમ મોલાના અબ્દુલ હક સાહેબના દીકરા અફઝલ ભાઈ અને હાજી ફિરોજ ભાઈ બાલિંટા વાળા તરફ થી બે નવી એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી.

આ કોરન્ટાઈન સેન્ટરની સમગ્રયતા સંચાલન વ્યવસ્થાની જવાબદારી ૩૬ વર્ષીય યુવા નિવૃત્ત આર્મી મેન મોહસીન વોરા અને તેઓની ટીમ દ્વારા લેવામાં આવી છે તેઓ ખડે પગે સૌની સેવા માં રહેશે.

Related posts

રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લાના બે પોલીસ અધિકારીઓનું બહુમાન…

Charotar Sandesh

આણંદ તાલુકાના નાવલી ગામનું પરિવાર ઈન્ડોનેશીયા (બકાસી)માં ફસાયું, મદદ કરવા અપીલ કરી…

Charotar Sandesh

નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ડીઝીટલ રોબોટ પ્રચાર કરી રહ્યો છે, જુઓ વિગત

Charotar Sandesh