Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં ર કેસો નોંધાયા : જિલ્લામાં બપોર સુધી નવા ૭ કોરોના પોઝિટિવ સામે આવ્યા…

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ કોરોના સંક્રમણના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગંભીર વધારો નોંધાયો છે. પરંતુ આણંદ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સાથોસાથ કોરોના શંકાસ્પદ દર્દીઓના આંકડા છૂપાવવામાં આવી રહ્યાની આશંકા જાગૃતજનો વ્યકત કરી રહ્યા છે. તેમાંયે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવનાર દર્દી અંગેની જાણકારી જિલ્લા આરોગ્ય તંત્રને મળતી ન હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં નોકરી સહિત અન્ય કામ અર્થે આવતાં હોવાથી તેઓ પણ સંક્રમણમાં સપડાઈ રહ્યા છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યાની આશંકા ક્રમશઃ સત્ય સાબિત થઇ રહી છે. આજે શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવના ૭ દર્દીઓ નોંધાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, (૧) પેટલાદના નાર ગામે રહેતા મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પંડીત ઉ.વ. ૪૮, (ર) અજરપુરા ગામે રહેતા વાસુદેવ મનુભાઈ પ્રજાપતિ ઉ.વ. ૪૮, (૩) આણંદના બાકરોલ ગામે રહેતા હરીશભાઈ આર. પટેલ ઉ.વ. ૬૧, (૪) ગીરીશભાઈ નારાયણભાઈ શર્મા ઉ.વ. ૫૫ રહે. બોરસદ, (પ) હેમાબેન હરેશભાઈ પટેલ ઉ.વ. ૪૮ રહે. ખડોલ તા. આંકલાવ, (૬) હાફીઝાનીશા બીસ્મીલ્લાખાન પઠાણ ઉ.વ. ૫૪ રહે. ખંભાત તેમજ (૭) ઈન્દ્રવદનભાઈ અમરતલાલ શેઠ ઉ.વ. ૭૦ રહે. બોરસદના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જેને લઈ કુલ આંક ૩૯૫ એ પહોંચ્યો છે.

Related posts

વિશ્વ દિવ્યાંગ દિને વડતાલ ધામના આંગણે યોજાયો દિવ્યાંગજનોની સેવાનો યજ્ઞ

Charotar Sandesh

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

Charotar Sandesh

કોરોનાનો કહેર : ખંભાતના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જ આજે ૭ કેસ પોઝીટીવ : જિલ્લામાં કુલ ૧૭ કેસ

Charotar Sandesh