Charotar Sandesh
ઈન્ડિયા

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઉજજૈનમાંથી ઝડપાયો…

મધ્યપ્રદેશના ઉજજૈનમાં કાલી માતાના મંદિરે દર્શન બાદ હું વિકાસ દુબે જાહેર કર્યુ…

એક સપ્તાહની નાસભાગનો અંત: અપરાધી શરણે થયાના સંકેત: સામાન્ય અપરાધીની માફક પોલીસ સાથે ચાલતો પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો: સાથીઓના એન્કાઉન્ટર વધતા અપરાધી પર દબાણ હતું…

નવી દિલ્હી : ઉતરપ્રદેશમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા માટેના જવાબદાર કાનપુરનો માફીયા ગેંગસ્ટર વિકાસ દુબે આઠ દિવસની જહેમત બાદ મધ્યપ્રદેશના ઉજજૈનમાંથી ઝડપાઈ ગયા છે. વિકાસ દુબેની યુપી અને તેના આસપાસના વિસ્તારોમાં યુપી પોલીસની 25 ટીમ તપાસ કરતી હતી અને આજે સવારે એક બાતમી પરથી તે ઉજજૈનના મહાકાય મંદિરે દર્શન માટે ગયો હોવાની બાતમી મળતા જ પોલીસે મંદિર આસપાસ ભારે સુરક્ષા ગોઠવીને દુબેને કોઈ તક આપ્યા વગર જ દબોચી લેવાયો હતો અને તેને હવે કાનપુર લઈ જવામાં આવી રહ્યો છે.

જો કે સૂત્રોના જણાવ્યા મુજબ યુપી પોલીસ છેલ્લા એક સપ્તાહથી જે રીતે દુબેને એક બાદ એક સાથીઓના એન્કાઉન્ટર કરી રહી હતી તેનાથી દુબેને પણ તેની ખુદની સલામતી અંગે ભય લાગતા તે પોલીસને સરેન્ડર થયો છે.

સૂત્રોએ કહ્યું કે મંદિર પરિસરમાં પહોચીને વિકાસ દુબેએ ખુલ્લેઆમ પોતે વિકાસ દુબે છે તેવુ જોરથી રાડો પાડતો હતો જેનાથી અહી તેનાત સુરક્ષા પોલીસે તુર્ત જ તેને પકડી લીધો. વિકાસ પણ કોઈ પ્રતિકાર વગર જ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો અને મંદિરની નજીકના પોલીસ કંટ્રોલ રૂમમાં તેને લઈ જવાયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તે મંદિરમાં પણ એકલોજ અને કોઈ શસ્ત્ર વગર જ ગયો હતો અને સામાન્ય વ્યક્તિની જેમ ફરતો હતો તથા ખુદને શરણે કરવાની તૈયારી સાથે તે આવ્યો હતો.

યુપી પોલીસે પણ વિકાસ દુબે ઝડપાયો હોવાનું સમર્થન આપ્યું છે.

Related posts

મુકેશ અંબાણીને ઝટકો, ૨૪૦૦૦ કરોડની ડીલ પર કોર્ટે રોક લગાવી…

Charotar Sandesh

ભાજપ મારું ભગવા કરણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ હું નહીં ફસાઉ : રજનીકાંત

Charotar Sandesh

ભારતમાં કોરોનાના નવા કેસ એક લાખની અંદર : ૩,૪૦૩નાં મોત…

Charotar Sandesh