Charotar Sandesh
ઈન્ડિયા

ઉત્તરપ્રદેશ : અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ…

અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાલી રહેલી રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક સંપૂર્ણ પૂર્ણ થઈ છે. આ મહત્વપૂર્ણ બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું, રામ મંદિર માટે પાયા ભરાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રામ મંદિરના પાયામાં હવે મટિરિયલ ભરવામાં આવશે. આ દરમિયાન મટિરિયિલની એક-એક ફૂટ મોટી મજબૂત લેયર બનાવીને પાયાનું નિર્માણ થશે.
તેમણે જણાવ્યું, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા તમામ બાબતોની તપાસ કરી લેવાઈ છે. મંદિરના મુખ્ય લેઆઉટમાં હવે મોટું પરિવર્તન નહીં થાય.
ચંપત રાયે જણાવ્યું, મંદિરના પાયામાં ૪૪ લેયર હશે, જેમાં દરેક લેયર ૩૦૦ મિલીમીટરની હશે. આ માટે ૧૦ ટનથી લઈને ૧૨ ટનના રોલર ચલાવી લેયર દબાવવામાં આવશે. ત્યારબાદ લગભગ દરેક લેયર ૨ ઈન્ચની બેસશે. રામ મંદિરના પાયામાં એક ફિટના મોટી લેયર નાખ્યા બાદ રોલર ચલાવવામાં આવશે. આ રોલર ૨ પ્રકારના હશે. પહેલા સામાન્ય અને બીજા ધ્રુજારી ઉત્પન્ન કરનારા, જેનાથી પાયા સંપૂર્ણ રીતે મજબૂત થશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, વર્ષાની ગંભીરતાને જોતા પાયા ભરાવવાનું કાર્ય શરૂ થયું છે. આ કાર્ય સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ દરમિયાન લગભગ ૧,૨૫,૦૦૦ ઘન મીટર બેક ફિલિંગ થશે.

Related posts

કોરોના સંકટ : દેશમાં ૨૪ કલાકમાં ૬૨ના મોત, ૧૫૪૩ નવા કેસ…

Charotar Sandesh

બિહારમાં જીવલેણ અકસ્માતઃ ટ્રેક્ટર-સ્કોર્પિયો વચ્ચે ટક્કર થતાં ૧૧ લોકોના મોત

Charotar Sandesh

અભિનંદન : ભારતમાં કોરોના રસીના ૭૦ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા

Charotar Sandesh