આણંદ : ઉમરેઠમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે તાલુકામાં અનેક પરિવારોનાં માળા વિખેરાયા છે ઉમરેઠમાં એક જ પરિવારના બધા સભ્યો કોરોના પોઝિટિવ થઈ તેમાં થી બે સગા ભાઈઓના મૃત્યુ થતાં ઉમરેઠનાં કચ્છી પરિવાર ઉપર કોરોનાનું કાળ ચક્ર ફરી વળતાં સમગ્ર ઉમરેઠ પંથક માં સોપો પડી ગયો છે.
ઉમરેઠનાં યોગી પાર્ક એવણ્યું માં મહેશભાઈ ખીમજીભાઈ પટેલ તથા ઘનશ્યામભાઇ ખીમજીભાઈ પટેલ અને કિશોરભાઈ ખીમજીભાઈ પટેલ ને અગિયાર એપ્રિલ એ કોરોના નાં લક્ષણ જાણતા ઉમરેઠ ની એક ખાનગી હોસ્પિતલ માં સારવાર માટે દાખલ કરવા માં આવ્યા હતા અને તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા આ દરમ્યાન મહેશ ભાઈ તથા કિશોરભાઈ નાં પત્ની તથા તેમના માતા ને પણ કોરોના પોઝિટિવ આવતા ઉમરેઠ ની ખાનગી હોસ્પિટલ માં દાખલ થવું પડ્યું હતું ઘનશ્યામ ભાઈ ની તબિયત સ્થિર લાગતા ઘેર રજા લઈ ને આવેલ પરંતુ મહેશભાઈ ની તબિયત અચાનક લથડતાં ત્રણ દિવસ અગાઉ તેમનું અવસાન થયું હતું.
આ સાંભળતા ઘનશ્યામભાઇ ને પણ ને શ્વાસ લેવામાં તકલીફ થાય હતું અને ફરી ખાનગી દવાખાના માં લઇ જવાયા હતા તેમને આગળ સારવાર માટે લઇ જવાનું કહેતા વડોદરા લઈ જતા રસ્તા માં ઘનશ્યામભાઇ નું પણ મૃત્યુ થયું હતું અને ત્રીજા ભાઈ કિશોરભાઈ ને પણ શ્વાસ સંબધિત તકલીફ થતાં વડોદરા ની એક હોસ્પિટલ માં લઇ જવા માં આવેલ જ્યાં તેમની તબિયત સ્થિર હોવા નાં અહેવાલ પ્રાપ્ત થયેલ છે આમ કોરોના ના રાક્ષસે ચોવીસ કલાક માં કચ્છી પરિવાર નાં બે બે ભાઈઓના જીવ લઈ પરિવારને વેરવિખર કરી નાખ્યું હતું. ઉમરેઠમાં છેલ્લા ૩ દિવસમાંજ શંકાસ્પદ કોરોનામાં ૧૦ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.