Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ : સુંદલપુરા ખાતે ભારત બાયોગેસ એનર્જી લિ. પ્લાન્ટની મુલાકાત લેતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

ભારત બાયોગેસ દ્વારા પ્રાકૃતિક ખેતી માટેનો સરાહનીય પ્રયાસ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…

પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણની જતન અને પાણીની પણ બચત થાય છે ઉપજ સારી મળતાં તેના ભાવો પણ વધુ મળે છે…

આણંદ : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ જિલ્‍લાના સુંદલપુરા ખાતે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ.ના વિવિધ પ્‍લાન્‍ટની મુલાકાત લઇ પ્‍લાન્‍ટમાં ચાલતા વિવિધ વિભાગોનું રસપૂર્વક નિરીક્ષણ કરવાની સાથે જાત માહિતી મેળવી હતી.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની ભારત બાયોગેસ એનર્જી લિમિટેડના મેનેજીંગ ડીરેકટર ભરત પટેલ તબીબ હોવાની સાથે કિસાન પણ હોવાથી રાસાયણિક ખાતર અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે આજે કેન્‍સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા અનેક રોગો વધતા જાય છે ત્‍યારે તેની ચિંતા કરીને પોતાની વિવેક બુધ્‍ધિથી આ પ્‍લાન્‍ટની સ્‍થાપના કરી પ્રાકૃતિક ખેતી સરાહનીય પ્રયાસ કર્યો છે તેમ જણાવ્‍યું હતું.

રાજયપાલ શ્રી દેવવ્રતજીએ રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતી કરવા તરફ કિસાનો આગળ વધે તેમ જણાવી પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણના જતનની સાથે પાણીની પણ બચત થાય છે તેટલું જ નહીં પણ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉપજમાં કોઇ ઘટાડો નથી અને વધુ સારી ઉપજ મળવાથી તેના ભાવો પણ વધુ મળતા હોવાથી કિસાનોની આવક બમણી થાય અને ઉન્નતિની દિશામાં પ્રાકૃતિક ખેતી મહત્‍વનું અંગ બની રહેશે તેવું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન સાકાર થશે તેમ કહ્યું હતું.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાઉ ડંગ બેન્‍કનું, એકત્ર કરવામાં આવેલ ગાયના ગોબરની કેવી રીતે માવજત કરવામાં આવે છે તેની તેમજ બાયો-સીએનજી, લેબોરેટરી અને ઓર્ગેનીક ખાતર પ્‍લાન્‍ટનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી જાણકારી મેળવી હતી.

રાજયપાલશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્‍લા પોલીસ વડા શ્રી અજીત રાજયાન, જિલ્‍લા પશુપાલન અધિકારી શ્રી સ્‍નેહલ પટેલ સહિત અન્‍ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

Related posts

તારાપુર હાઈવે પરથી રેતી ભરેલા ૩ ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા, જિલ્લામાં અન્ય જગ્યાએ તપાસ જરૂરી

Charotar Sandesh

આજથી સાવધાન : ક્યાંક તમારા વાહનનો મેમો ફાટી ન જાય…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ધોરણ ૧૦-૧૨ તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પુનઃઆરંભ…

Charotar Sandesh