Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ઉમરેઠ : હમિદપુરાવાળી ૧૬૨-૪વાળી જમીન મૂળ ખેડૂતના નામે ચઢાવવામાં મામલતદારના ગલ્લાતલ્લા

કોને બચાવવાના ખેલ? સુપ્રિમ કોર્ટના ચુકાદા તથા મુખ્યમત્રીના આદેશ છતાં ગલ્લાં તલ્લાં કેમ ?

આણંદ : ઉમરેઠના બિલ્ડર કમ શ્રોફ કિરીટકુમાર ચપકલાલ ગાભાવાલાઓએ પોતે ખેડૂત હોવાના રચેલા ખેલનો ભાડો નાયબ કલેકટર જમીન સુધારણાએ ફોડ્‌યા બાદ ઉમરેઠ તાલુકાના હમિદપુરાની ૧૬૨-૪ વાળી જમીન મુળ ખેડૂતના નામે પ્રસ્થાપિતના હુકમ કરવા છતાં મામલતદાર ઉમરેઠ ખેડૂતને શિર્ષાસન કરાવી રહ્યાની લાગણી પ્રવર્તવા પામી છે. કોને બચાવવાના ખેલ અને આ ખેલ પાછળ આશય શુ ? જેવા સવાલ સાથે તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ખેડૂત બનવા મુદ્દે આવેલ ચુકાદા તથા સદર જમીન મામલે મુળ ખેડૂતના વકીલ જયેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમત્રી સુધી રજુઆત કરતા મુખ્યમત્રી કાર્યાલય પરથી થતા આદેશ કરવામાં આવ્યા છતાં મામલતદાર ઉમરેઠના ગલ્લાતલ્લા કેમ ? જેવાલ ચર્ચાની એરણે ઉઠવા સાથે ગરીબોની સરકારના દાવા સરકારના જ અધિકારીઓ પોકળ સાબિત કરી રહ્યાની લાગણી પ્રવર્તવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ હમિદપુરા વિસ્તારમાં આવેલ ૧૬૨-૪ વાળી જમીન મુદ્દે સ્થાનિક બિલ્ડર કમ શ્રોફ કિરીટકુમાર ચપકલાલ ગાભાવાલાઓએ તેમના પૂર્વજની હોવાના હક્કદાવા પ્રસ્થાપિત કરતા પોતે ખેડૂત હોવાના દાવા રજુ કરી સરકારી રાહત મેળવવાના ખેલ રચ્યા હતા પરંતુ ગાભાવાલાના આ દાવાના મામલતદાર ઉમરેઠ તથા પ્રાત અધિકારી આણદનાઓએ વર્ષ ૨૦૧૭નવા સમયગાળામાં રોડાં નાખતા મામલો તે સમયના કલેકટર સુધી પહોચતા તત્કાલિન કલેકટરે ગાભાવાલાએ જ નોધો રજુ કરી હતી તે નોધોમાં છેડછાડ થયેલમાં ફક્ત સુદારાના સુચનના આદેશ કર્યા હતા પરંતુ તેનુ ગાભાવાલાએ અર્થઘટન ખોટુ કરી જવાબદાર અધિકારીઓને પણ અંધારામાં રાખવાના ખેલ કર્યા હતા પરંતુ સદર જમીન મુળ માલિક સુરાભાઇની હોવાનો હુકમ ફેબ્રુઆરી ૧૯માં કર્યા બાદ રેકર્ડમાં નોધણી કરવામાં ગલ્લાં તલ્લાં કરી ખેડુતને શિર્ષાસન કરાવી રાાની લાગણી ઉઠવા પામી છે. ત્યારે આની પાછળ શુ ? શુ મુળ ખેડુતના નામે નોધણી થાય તો ગાભાવાલાને કરોડો રૂપિયાનુ નુકશાન સરકારને પેનલ્ટી સાથે થયેલ આ એક નુકશાનની ભરપાઇમાં વહિવટના ખેલ દરમિયાન પિડીત ખેડૂતના વકીલ જયેન્દ્ર પટેલે મુખ્યમત્રીથી લઇ સબધિત તમામ ઉચ્ચ કક્ષાના વિભાગોમાં દાદ માગતા મુખ્યમત્રી કાર્યાલય દ્વારા મામલતદાર ઉમરેઠને નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવાની સુચના આપવા છતાં અને ત્યારબાદ સુપ્રિમકોર્ટ દ્વારા થતા બિનખેડુતના ખેડૂત બનવા આપેલ ચુકાદાના ઉલ્લઘન થઇ રાાની લાગણ વ્યક્ત થતા વકીલ જયેન્દ્ર પટેલે આજે તમામ પ્રક્રિયામાં શુ કાર્યવાહી હાથ ધરી તેની આરટીઆઇ દ્વારા માહિતી માગતા ઉમરેઠ મામલતદાર કચેરીમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ મુદ્દે જયેન્દ્ર પટેલ વકીલે જણાવ્યુ હતુ કે, એક તરફ વડાપ્રધાન મોદી, રાજ્યની સરકાર ગરીબોની સરકારની વાતો કરે છે. ખેડૂતોના હિતોની વાતો કરે છે પરંતુ સરકારના અધિકારીઓ જ માલેતુજારો સાથે વહીવટના ખેલ રચી ગરીબોની સરકારના દાવા પોકળ સાબિત કરી રહ્યાની લાગણી વ્યક્ત કરવા ઉપરાત ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાને પણ અભરાઇ પર ચઢાવવાના ખેલ રચી રહ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

આણંદ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી : રૂ. ૭.૮૦ લાખનો દંડ

Charotar Sandesh

તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્તો વારે વડતાલ મંદિર : ૩૦૦૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરાયા…

Charotar Sandesh

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

Charotar Sandesh