Charotar Sandesh
બોલિવૂડ

કાસ્ટિંગ કાઉચ વિશે દુનિયાભરમાં વાત કરવામાં આવે છેઃ એક્ટ્રેસ અદા શર્મા

મુંબઇ : બોલીવુડ એક્ટ્રેસ અદા શર્માએ બોલીવુડ સહિત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યુ છે અને તેનું માનવુ છે કે કાસ્ટિંગ કાઉચ દરેક જગ્યાએ છે. બોલીવુડના અનેક કલાકારો તેની પહેલાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઇને પોતાના કડવા અનુભવનો ખુલાસો કરી ચુક્યા છે. અદાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કાસ્ટિંગ કાઉચ કોઇ એવી વસ્તુ નથી જે દક્ષિણ અથવા ઉત્તરમાં જ છે. મને લાગે છે કે આ એક એવી વસ્તુ છે જેના વિશે દુનિયાભરમાં વાત કરવામાં આવે છે. આ સાર્વભૌમિક રીતે ઉપસ્થિત છે.

બોલીવુડ ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અદાએ જણાવ્યું કે તમારી પાસે હંમેશા વિકલ્પ રહે છે. તેણે વધુમાં જણાવ્યું કે, તમારે તેનો સ્વીકાર કરવો છે કે નહી, તેનો વિકલ્પ તમારી પાસે છે. તમે ઇચ્છો તો ના પણ કરી શકો. અભિનયની વાત કરીએ તો અદા છેલ્લે બાયપાસ રોડમાં નજરે આવી હતી અને આવનારા સમયમા તે ફિલ્મ મેન ટુ મેનમાં નજરે આવશે. આ ફિલ્મ અભિનેતા નવીન કસ્તુરિયાના કિરદારની આસપાસ ફરે છે, જેને અદાએ નિભાવેલા કિરદાર સાથે પ્રેમ થઇ જાય છે. તે તેની સાથે લગ્ન કરી લે છે, જે બાદ તેને તે વાતનો અહેસાસ થાય છે કે તે પહેલાં એક પુરુષ હતી, જે સર્જરી કરાવ્યા બાદ મહિલા બને છે.

Related posts

અનુષ્કાને જોતા વિરાટ થયો રોમેન્ટિક, ડાન્સ કરતો વીડિયો થયો વાઇરલ

Charotar Sandesh

કોરોના વાયરસ : કનિકા કપૂર વિરુદ્ધ એફઆઇઆર દાખલ…

Charotar Sandesh

છેલ્લા થોડા સમયથી એન્ઝાયટી સામે લડી રહી છુંઃ જેક્વેલિન ફર્નાન્ડિઝ

Charotar Sandesh